Aapnu Gujarat
રમતગમત

બેન સ્ટોક્સ યુએઈ પહોંચ્યો પણ ટીમ સાથે નહીં જોડાઈ શકે

આઇપીએલ આ વખતે યુએઇમાં રમાઇ રહી છે. દેશ વિદેશના ખેલાડીઓ યુએઇમાં પહોંચી ચૂક્યા છે, દરેક ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. દમદાર શરૂઆત સાથે આઇપીએલમાં ઉતરેલી રાજસ્થાન રૉયલ્સનો રંગ ફિક્કો પડતો દેખાઇ રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે રાજસ્થાનને વધુ એક ફટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સને હજુ કેટલીક મેચોમાંથી બહાર રહેવુ પડી શકે છે. રાજસ્થાનને બેન સ્ટૉક્સ પર ઘણીબધી આશા છે, પરંતુ બેન સ્ટૉક્સ યુએઇ પહોંચી ચૂક્યો હોવા છતાં ટીમ સાથે જોડાઇ શક્યો નથી. રિપોર્ટ છે કે બેન સ્ટૉક્સ ક્વૉરન્ટાઇન પીરિયડના કારણે ૯ ઓક્ટોબરે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પણ અવેલેબલ નહીં રહે. સ્મિથે કહ્યું છે બેન સ્ટૉક્સ ૧૦ ઓક્ટોબર બાદ જ ટીમ સાથે જોડાશે.

Related posts

ભારતીય ક્રિકેટ ખતરામાં, મી ટૂથી બોર્ડની આબરૂના કાંકરા થયા : ગાંગુલી

aapnugujarat

જાપાનને હરાવી બેલ્જિયમ ક્વાર્ટર ફાઇનલમાં

aapnugujarat

जोकोविच, अजारेंका बने वेस्टर्न एंड साउदर्न ओपन के चैम्पियन

editor

Leave a Comment

UA-96247877-1