Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પ હજી કોરોના સંક્રમિત હોય તો બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ ના થવી જોઈએ : બિડેન

ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જો બિડેને મંગળવારે કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ હજીપણ સંક્રમિત હોય તો તેઓ બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં સામેલ થવાની વિરુદ્ધમાં છે. ગેટીજબર્ગથી પરત ફરતી વખતે જો બિડેને કહ્યું કે, ’મને લાગે છે કે જો પ્રેસિડેન્ટ હજી પણ કોરોના સંક્રમિત હોય તો ડિબેટ ના કરાવવી જોઈએ.’
અમેરિકી પ્રેસિડેન્ટ પદના દાવેદાર વચ્ચે ત્રણ ડિબેટ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે પહેલી ડિબેટ ૨૯ સપ્ટેમ્બરે થઈ હતી. આ દરમ્યાન બંને વચ્ચે ઘણી ગરમાગરમી જોવા મળી હતી. બીજી ડિબેટ ૧૫ ઓગસ્ટે મિયામીમાં થશે અને અંતિમ ડિબેટ ૨૨ ઓક્ટોબરે ટેનેસના નૈશવિલેમાં થશે. અમેરિકામાં ત્રણ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે. બિડેને કહ્યું કે, તેમમે કોરોના સંબંધી નિયમોનું સખ્તાઈથી પાલન કરવું જોઈએ.
બિડેને કહ્યું કે, ’ઘણા લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આ એક ગંભીર સમસ્યા છે. મને ક્લેવલેન્ડ ક્લિનિકલના ડૉક્ટર્સ દ્વારા આ મામલે દિશા નિર્દેશ મળ્યા છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પની તબિયત હવે કેવી છે મને ખબર નથી.’ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ટ્‌વીટ કર્યું કે તેઓ ૧૫ ઓક્ટોબરે મિયામીમાં થનાર પ્રેસિડેન્શિયલ ડિબેટ માટે ઉત્સુક છે. આ ડિબેટ બહુ ખાસ હશે. જણાવી દઈએ કે ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે.

Related posts

હિટવેવથી અમેરિકામાં વ્યાપાર-ઉદ્યોગને માઠી અસર

aapnugujarat

Boat carrying South Korean tourists capsized after collision on flooding Danube in Hungaria

aapnugujarat

ऑस्ट्रेलिया ने ऑनलाइन चरमपंथी सामग्री पर रोक लगाने की बनाई योजना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1