Aapnu Gujarat
રાષ્ટ્રીય

કૃષિ બિલ સામે છત્તીસગઢ સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે

કેન્દ્ર સરકારના કૃષિ બિલ સામે કોંગ્રેસ લડત આપવા માટે મેદાનમાં તો ઉતરી જ છે અને હવે સુપ્રીમ કોર્ટમાં પણ બિલ સામે પિટિશન કરવાનો નિર્ણય લીધો છે. છત્તીસગઢની કોંગ્રેસ સરકાર કૃષિ બિલ સામે સુપ્રીમ કોર્ટમાં જશે. રાજ્યના કૃષિ મંત્રી રવિન્દ્ર ચોબૈએ કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્ર રાજ્યનો વિષય છે અને તેના માટે કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકે નહી. કેન્દ્ર સરકારે નવો કાયદો બનાવવા માટે આંતરરાજ્ય વેપાર શબ્દનો ઉપયોગ કર્યો છે. આ કૃષિ વેપાર સાથે સબંધ ધરાવતું બિલ છે પણ આ બિલ થકી રાજ્યોની જે માર્કેટિંગ મશિનરી છે તેનું મહત્વ જ હવે રહેતું નથી. કેન્દ્ર સરકારે પાછલા બારણેથી રાજ્યોના અધિકાર પર તરાપ મારવાનો પ્રયત્ન કર્યો છે. તેની સામે છત્તીસગઢ સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે.
જો આવુ થયુ તો આ બિલ સામે સુપ્રીમ કોર્ટમાં જનાર છત્તીસગઢ પહેલું રાજ્ય બનશે. રવિન્દ્ર ચૌબેએ કહ્યુ હતુ કે, આ બિલનો પ્રભાવ ખતમ કરવા માટે રાજ્યમાં અમારી સરકાર નવો કાયદો લાવશે.

Related posts

નિવૃત્તિની વય અને પેન્શનની રકમમાં થઈ શકે છે વધારો

aapnugujarat

પ્રિયંકા ગાંધીને પ્રમુખ બનાવવાની ચિંતન શિબિરમાં માંગ ઉઠી

aapnugujarat

અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે રાજીવ ગાંધીના લીધે હું જીવતો છું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1