Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

૨૦૨૧ સુધી ૧૫ કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાઇ જશે : વિશ્વ બેંક

કોરોના મહામારીને લીધે વર્ષ ૨૦૨૧ સુધી ૧૫ કરોડથી વધુ લોકો ગરીબીની રેખા નીચે આવવાની આશંકાઓ છે. વિશ્વ બેંકે આ અંગે વિશ્વને ચેતવણી આપતા કહ્યુ કે દુનિયાભરના દેશોએ કોરોના મહામારી પછી અલગ પ્રકારની અર્થવ્યવસ્થા માટે તૈયાર રહેવુ પડશે, જેમાં પુંજી, શ્રમ, કૌટિલ્યને નવા ક્ષેત્રો તથા વ્યવસાયોમાં જવાની મંજૂરી આપવી પડશે.
વિશ્વ બેંકે કહ્યુ કે, કોવિડ-૧૯ને લીધે આ વર્ષે ૮.૮ કરોડથી ૧૧.૫ કરોડથી વધુ લોકો વિનાશકારી ગરીબીમાં ધકેલાય એવી આશંકા છે. જેનાથી ૨૦૨૧ સુધી વિશ્વસ્તરે ગરીબોની સંખ્યા વધીને ૧૫ કરોડને પાર પહોંચી જશે. વિશ્વબેન્ક મુજબ આ તમામ સ્થિતિ આર્થિક ૮ગતિ પર આધારિત રહેશે.
દ્વિવાર્ષિક રિપોર્ટમાં વિશ્વ બેંકે જણાવ્યુ કે, જો આ મહામારી આવી ન હોત તો ૨૦૨૦માં ગરીબોની સંખ્યામાં ઘટાડો થઇને ૭.૯ ટકા પર આવી જવાનું અનુમાન હતું. વિશ્વ બેંકના ચીફ ડેવિડ માલપાસે કહ્યુ કે, કોરોના મહામારી અને વૈશ્વિક આર્થિક મંદી વિશ્વની વસતીનો ૧.૪ ટકાથી વધારે લોકોને ગરીબીમાં ધકેલવાના કારણો બની રહશે.
રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું કે પહેલેથી જ જે દેશોમાં ગરીબોની સંખ્યા વધુ છે, એવા દેશોમાં ગરીબોની સંખ્યા વધશે. વિકાસશીલ દેશોમાં નોંધનીય પ્રમાણમાં લોકો ગરીબી રેખાથી વધુ નીચે ધકેલાઇ જશે. રિપોર્ટ મુજબ ૮૨ ટકા લોકો આવા મધ્યમ આવકવાળા દેશોમાં જીવે છે.
રિપોર્ટમાં એમપણ કહેવામાં આવ્યુ હતું કે સંઘર્ષો, પર્યાવરણમાં ફેરફા સહિત કોરોના મહામારીને લીધે ૨૦૩૦ સુધી ગરીબી સમાપ્ત કરવાના લક્ષ્યને મેળવવો હવે મુશ્કેલ લાગી રહ્યુ છે.

Related posts

ટ્રમ્પનું ન્યૂક્લિયર બટન ટ્‌વીટ તેની નબળી માનસિકતા દર્શાવે છેઃ નોર્થ કોરિયા

aapnugujarat

राष्ट्रपति चुनाव : ट्रंप का दावा – मेरी जीत का अंतर 2016 से बड़ा होगा

editor

After Easter bombings resign, Sri Lanka’s Muslim ministers rejoins govt

aapnugujarat

Leave a Comment

UA-96247877-1