અમેરિકામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. વિશ્વભરમાં પણ હીટવેવ વ્યાપી રહ્યું છે પરંતુ તેમાં યુએસ ઉપર ઘણી વધુ અસર થઈ છે. ગરમીનું મોજું યુએસના વ્યાપાર-ઉદ્યોગ પર ભયનો ઓથાર બની રહ્યું છે.
આ માહિતી આપતાં સીએનએનનો રિપોર્ટ જણાવે છે કે મૂડીઝના એનેલિટિક્સ ડાયરેકટર ક્રીસ લેકાકિલસના જણાવ્યા પ્રમાણે, આ ગરમીનાં મોજાંથી વ્યાપાર-ધંધાને તો નુકશાન થશે જ પરંતુ તેથી મૃત્યુદર પણ ઘણો વધી રહેવાની ભીતિ છે.
આ રિપોર્ટ વધુમાં જણાવે છે કે, વિશ્વભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. આ અસામાન્ય હીટવેવને લીધે વિશ્વના એકંદર આંતરિક ઉત્પાદનમાં (જીડીપી)માં ૧૭.૬ ટકા જટલો અસામાન્ય ઘટાડો આ ત્રણ મહિનાના ગાળામાં (એપ્રિલ-મે-જુનમાં) ૧૭.૫ ટકા જેટલો ઘટાડો નોંધાશે.
એડ્રીન્ને અર્શટ રોકફેવર ફાઉન્ડશન રિસર્ચ સેન્ટરનાં ડીરેકટર કેશી બોધમાનનાં જણાવ્યા પ્રમાણે અસામાન્ય ઉષ્ણતામાનને લીધે, આ વર્ષના બીજા ત્રીમાસમાં ૧૭.૬% જેટલો ઉત્પાદન ઘટાડો થવાની સંભાવના છે.
કેશી વધુમાં જણાવ્યું છે કે ખેતી અને બાંધકામ ક્ષેત્રમાં સૌથી વધુ ઘટાડો જોવા મળશે. તે સાથે તમામ ઉદ્યોગ ધંધામાં પણ ઘટાડો થશે. તેનું કારણ અતિશય ગરમીને લીધે કામદારોની કાર્યશક્તિમાં ઘણો મોટો ઘટાડો થવાનું છે.
આ હીટવેવ એટલું ઝડપથી ફેલાઈ રહ્યું છે કે તે આપણી તમામ ધારણાઓ અને ગણતરીઓને ખોટી પાડી દે છે તેમ પણ તે વિશ્લેષણકારો જણાવે છે.
પાછલી પોસ્ટ