Aapnu Gujarat
રાષ્ટ્રીય

પોતાની છબી બચાવવા મોદી સરકારે ચીનને જમીન આપી દીધીઃ રાહુલ

કેન્દ્ર સરકારના કૃષિ બિલનો વિરોધ કરવા માટે હાલમાં પંજાબ ગયેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પત્રકારો સાથે વાત કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, પોતાની ઈમેજ બચાવવા માટે મોદી સરકારે ચીનને જમીન આપી દીધી છે.અદાણી અને અંબાણીને ફાયદો પહોંચાડવા માટે પીએમ મોદી સતત કામ કરી રહ્યા છે.પીએણ મોદી કહે છે કે, આપણી જમીન કોઈએ લીધી નથી પણ હકીકત એ છે કે, ભારતની ૧૨૦૦ ચોરસ કિમી જમીન પર ચીને કબ્જો જમાવી લીદો છે.ચીનને ખબર છે કે, પીએમ મોદીને માત્ર પોતાની ઈમેજની જ પડેલી છે.ઈમેજ બચાવવા માટે પીએમ મોદી જમીન અંગે જુઠ્ઠુ બોલી રહ્યા છે.આ જ સચ્ચાઈ છે.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ચીન અને મીડિયાથી ડરે છે પીએમ મોદી.ચીનના મુદ્દે કેમ પ્રેસ કોન્ફન્સ બોલાવીને મોદીજી વાત નથી કરી રહ્યા, તેમનુ ડરવાનુ કારણ એ છે કે, તેમને ખબર છે કે, ચીન અને મીડિયા બંને તેમની ઈમેજ ખરાબ કરશે.ભારતમાં શુ થઈ રહ્યુ છે તેની સાથે પણ પીએમ મોદીને લેવા દેવા નથી.મોદીએ પહેલા રોજગારીનુ માળખુ તોડી નાંખ્યુ અને હવે ખેડૂતોનુ માળખુ પણ તોડવા જઈ રહ્યા છે.નોટબંધી, જીએસટી અને કૃષિ બિલ માત્ર અદાણી અને અંબાણીને ફાયદો કરવામાટે લાવવામાં આવ્યુ છે.મોદી, અંદાણી અને અંબાણી ત્રિકોણના ત્રણ ખૂણા છે, તેમના ફાયદા માટે બધુ કરાઈ રહ્યુ છે.

Related posts

नरेंद्र मोदी और शाह ने हमारी उत्तरी सीमा पर एक फलस्तीन तैयार कर दिया है : अय्यर

aapnugujarat

પોલીસ દળમાં ખાલી જગ્યાને ભરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે : રિપોર્ટ

aapnugujarat

કેજરીવાલ સરકારે જાહેરખબરો પાછળ ૮૦૫ કરોડ વાપર્યા : ભાજપ

editor

Leave a Comment

UA-96247877-1