Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેજરીવાલ સરકારે જાહેરખબરો પાછળ ૮૦૫ કરોડ વાપર્યા : ભાજપ

દિલ્હીમાં કોરોના સંકટ વચ્ચે પણ રાજનીતિ પૂરજોશમાં ચાલી રહી છે.દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને ભાજપ આમને સામને આવી ગયા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, દિલ્હી સરકારે યોગ્ય સમયે યોગ્ય રીતે વેક્સીનેશન પ્રોગ્રામને આગળ વધારી શકી નથી.જેના કારણે ઘણા લોકોને વેક્સીન નથી મળી.ઓક્સિજનના મુદ્દે પણ કેજરીવાલ રાજનીતિ કરી રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, કેજરીવાલે ૨૬ એપ્રિલે ૧.૩૪ કરોડ વેક્સીન ડોઝનો ઓર્ડર આપ્યો હોવાનુ કહ્યુ હતુ.આજે તેઓ કહી રહ્યા છે કે તેમની પાસે વેક્સીન નથી.દિલ્હીમાં ૪૫ વર્ષથી વધારે વયના માત્ર ૮.૯ ટકા લોકોને વેક્સીન મળી છે.જ્યારે ૬૦ વર્ષથી વધારે વયના ૪૮ ટકા લોકોને વેક્સીન મળી છે.કેજરીવાલ સરકારે ૨૦૧૫ થી અત્યાર સુધી જાહેરખબરો પાછળ ૮૦૫ કરોડ રુપિયા ખર્ચ્યા છે પણ રાજધાનીમાં એક નવી હોસ્પિટલ ખોલી નથી. સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, દિલ્હી સરકાર કોવિડની સામે યોગ્ય મેનેજમેન્ટ કરી શકી નથી.દિલ્હી સરકારે સમય પર વેન્ટિલેટર માટે પણ કોઈ ઓર્ડર આપ્યો નથી.ઓક્જિન ઓડિટ કરવાની પણ કેજરીવાલે ના પાડી દીધી હતી.દિલ્હીમાં જો પ્રતિ વ્યક્તિ દીઠ વધારે ઓક્સિજન છે તો ઓક્સિજન ક્યાં જઈ રહ્યો છે.દિલ્હી સરકારના મહોલ્લા ક્લિનિકોમાં પણ કોરોનાની સારવાર થઈ રહી નથી.ટિકરી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં એક યુવતી પર સામૂહિક બળાત્કાર થયો છે અને તેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર અનૂપ સિંહનુ નામ આ્‌વ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, રસીકરણને આગળ વધારવાની જગ્યાએ કેજરીવાલ સરકાર જાહેરખબરો આપીને પ્રચારમાં વ્યસ્ત હતી.ઓક્સિજન પર પણ કેજરીવાલ સરકાર રાજનીતિ કરી રહી છે.પીએમ કેર્સમાંથી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે ફંડ એલોટ થયા પછી પણ એક પણ પ્લાન્ટ સરકાર દિલ્હીમાં શરુ કરી શકી નથી.

Related posts

મુખ્યમંત્રી કમલનાથે કાર્યકરને જૂતા પહેરાવી સંકલ્પ પૂર્ણ કરાવ્યો

aapnugujarat

येदियुरप्पा की बढ़ी मुश्किलें, कैबिनेट की रेस में बेंगलुरु से 15 उम्मीदवार

aapnugujarat

SC के फैसले के बाद कुमारस्वामी हुए मौन, बागी विधायक बोले, नहीं जाएंगे विधानसभा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1