Aapnu Gujarat
ગુજરાત

૭૫ ટકા સ્કૂલ ફી માફ કરવા ફેડરેશન ઓફ પેરેન્ટસ એસોશિએશન સંગઠનની માંગ

ફી ઘટડાવવાની માંગ સાથે વાલીઓ દ્વારા ફેડરેશન ઓફ પેરેન્ટ્‌સ એઓસિયેશન સંગઠનની રચના નવા નરોડા ખાતે મીટીંગ મળી હતી. જેમાં ૭૫ ટકા ફી સરકાર માફ કરે તેવી માંગ વાલીઓએ માંગ કરી છે.
ફી મામલે વાલીઓ અને સરકાર વચ્ચે ગર્જગ્રહ ચાલી રહ્યો છે. કોરોના કાળમાં લોકડાઉનમાં સ્કૂલો ફી માફ કરે તેને લઈને કેટલાય સમયથી વાલીઓ વિરોધ કરી રહ્યા છે. જોકે વાલી મંડળના નરેશ શાહની મિલીભાગતના કારણે અને ફી મામલે અને વિદ્યાર્થીઓના પ્રશ્નને લડત આપવા માટે ફેડરેશન ઓફ પેરેન્ટ્‌સ એઓસિયેશન સંગઠન બનાવમાં આવ્યું છે. અને સંગઠનમાં અલગ શહેરના વાલી મંડળને સ્થાન આપવામાં આવ્યું છે. નરોડા ખાતે વાલીઓની આજે મળેલી પહેલી બેઠકમાં ૭૫ ટકા ફી ઘટડાવવા માટે સરકાર સામે લડત આપવાનું નક્કી કરાયું હતું.
સરકાર દ્વારા વાલીઓનો આક્રોશ જોઈને ૨૫ ટકા ફી માફીની જાહેરાત કરી હતી. પણ વાલી મંડળના નરેશ શાહ સિવાય અન્ય વાલીઓનો અભિપ્રાય ના લેવામાં આવ્યો હોવાનું કહીને અઠવાડિયામાં ૭૫ ટાકા ફી ઘટાડવા તેમજ શિક્ષકોને નિયમિત પગાર સ્કૂલો આપે તે માટે પગલાં લેવા વાલીઓ ઓ કહ્યું છે. અને ચીમકી ઉચ્ચારી છે કે એક અઠવાડિયામાં મુદાનું સમાધાન સરકાર નહીં આવે તો ગલી-ગલીએ વાલીઓ વિરોધ કરશે. ચૂંટણીમાં સરકારને જાકારો આપશે.

Related posts

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો

aapnugujarat

હિંમતનગર સિવિલમાં ફાયર અને ડિઝાસ્ટર દ્વારા વર્કશોપનું આયોજન કરાયું

aapnugujarat

पूर्वजोन में पीकनिक हाउस उद्‌घाटन से अब भी वंचित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1