Aapnu Gujarat
Uncategorized

જેતપુરમાં બેઠી ધાબીના પુલ પરથી યુવક પાણીમાં ગરકાવ

ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના લીધે ભાદર નદીમાં સતત પાણીનો ધોધમાર પ્રવાહ શરૂ હતો એવા સમયે પુલ ઉપર રેલિંગ ના હોઈ ૩૮ વર્ષીય યુવક નીચે ખાબકતા પાણીમાં યુવક ગરકાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા જેતપુર નવાગઢ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ યુવાનનો કોઈ પતો મળ્યો નહતો. બે દિવસથી જેતપુર તંત્ર દોડતું હતું. મામલતદાર,પોલીસ અને જેતપુર નવાગઢ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ પણ યુવકની શોધખોળ માટે કામે લાગી હતી. આજે વહેલી સવારે રબારીકા ધાર વિસ્તારની બાજુમાં કોબા હનુમાન મંદિરના સામે કાંઠે યુવકનો મૃતદેહ પાણીના ધસમસતા પ્રવાહમાં વહેતો જોઈને રબારીકા ગામના સરપંચને જાણ કરાતા તેઓએ તંત્રને જાણ કરી હતી. મામલતદાર,નગરપાલિકા તેમજ ભાદર ઇરીગેશન સહિત નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મહત્વની વાત તો એ હતી કે જેતપુર નવાગઢ નગરપાલિકા પાસે રેસ્ક્યુની ટીમ પૂરતી ન હોવાથી ગોંડલ નગરપાલિકા રેસ્ક્યુ ટીમની મદદ લેવી પડી હતી. રેસ્ક્યુ કરી યુવકના મૃતદેહને બહાર કાઢી જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. માટે મોકલવામાં આવ્યો હતો. મૃતક યુવકનું નામ રાજેશ શાંતિલાલ શીલુ હોવાનું જાણવા મળ્યું છે.


(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)
(અહેવાલ / વિડિયો :- જયેશ સરવૈયા, જેતપુર)

Related posts

અમરેલીમાં સસરાએ પુત્રવધુને પતાવી દીધી

editor

ગીર – સોમનાથ જિલ્લાકક્ષાનો રોજગાર ભરતી મેળો મત્સ્યોધોગ અને પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો

aapnugujarat

કેશોદ ખાતે યોજાયો કલા મહાકુંભ- સોરઠી પરગણાંની ગ્રામિણ કળાઓ થઇ ઊજાગર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1