Aapnu Gujarat
Uncategorized

લીંબડી આઈસીડીએસ ખાતે કુપોષિત બાળકોને કિટનું વિતરણ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં એકપણ બાળક કુપોષિત ના રહે તે માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે લીંબડી આઈસીડીએસ ખાતે આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત દ્વારા આવા કુપોષિત બાળકોને કિટ વિતરણ કરવામાં આવ્યું હતું. લીંબડી તાલુકાના આઈસીડીએસ કચેરી ખાતે જીલ્લા પંચાયત આયુર્વેદક શાખા તેમજ લીંબડી સરકારી હોસ્પિટલમા આવેલ આયુર્વેદિક, અને લીંબડી ગાયત્રી મંદિર ખાતે આવેલ સરકારી આયુર્વેદીક હોસ્પિટલના સહભાગે લીંબડીની ૨૮ આંગણવાડી પૈકી ૪૦ કુપોષિત બાળકોને ચ્યવનપ્રાશ, અશ્વગંધા તેલ, બાલ ચાતુર્ભદ્ર ચુર્ણની કિટ ડૉક્ટર જિતેન્દ્ર મકવાણા, ડૉક્ટર મનોજ તારવાણીયા, ડૉક્ટર પ્રકૃતિ સોલંકી અને આસિસ્ટન્ટ પાયલ ચાવડાના માધ્યમથી નાના બાળકોને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા આઈસીડીએસના સીડીપીઓ છાયા ઝાલા, મુખ્ય સેવિકા નેહાબા ઝાલા, ૨૮ આંગણવાડી કાર્યકર અને વર્કર બહેનોએ જહેમત ઉઠાવી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

देशवासियों को मिलेगी मुफ्त कोरोना वैक्सीन : केंद्रीय मंत्री सारंगी

editor

ગીર-સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા વેરાવળ ખાતે બોડી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

aapnugujarat

क्रिप्टोकरंसी स्कैम में २ लोग गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1