Aapnu Gujarat
Uncategorized

ગીર-સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા વેરાવળ ખાતે બોડી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ગીર-સોમનાથ તા. ૨૧, સુરક્ષાસેતુ સોસાયટી અને ગીર-સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા પાટણ દરવાજા પાસે, પોલીસ લાઇન વેરાવળ ખાતે બોડી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં પોલીસ પરિવાર, જી.આર.ડી., એસ.આર.ડી તેમજ દરિયાકાંઠા આજુબાજુ વિસ્તારનાં જરૂરીયાતમંદ ૨૫૦ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. જિલ્લા પોલીસ વડાશ્રી હિતેષ જોયસરે આ કેમ્પને ખુલ્લો મુકી કહ્યું કે, કામના ભારણને લીધે પોલીસ કર્મીઓ પોતાનાં શરીર પ્રત્યે ધ્યાન આપી શકતા નથી. જેથી પોતાનાં શરીરમાં રહેલી ઉણપને ઓળખવા તેમજ તેમનાં પરિવારજનોનાં સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહે અને ફીટનેશ જાળવી શકે તેનાં માર્ગદર્શન માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે પોલીસ કર્મીઓને પોતાની ફીટનેશ જાળવવાં આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.આ તકે ડો.કેતન દવેએ ઉપસ્થિત પોલીસકર્મીઓને જણાવ્યું હતું કે, ડાયાબીટીસ હાઇકોલેસ્ટેરોલ કોનીક બ્યુકેમીયા તેમજ કીડની ફેઇલ્યર જેવા અનેક રોગો કોઇપણ ચિન્હ દર્શાવ્યા વગર આપણા શરીરમાં પ્રવેશી શકે છે. જો આ રોગોનું સમયસર નિદાન ન થાય તો શરીરને નુકશાન થાય અને જો સમયસર નિદાન થાય તો મોટા ભાગનાં રોગોને અંકુશમાં લાવી અને મટાડી શકાય છે. તો દર વર્ષે એક વાર બોડી પ્રોફાઇલ દ્વારા ટેસ્ટ કરાવવું અતિ આવશ્યક છે.આ કેમ્પમાં વી કેર પેથોલોજી લેબનાં ડો.કેતન દવે, ડો.સમીધ જાની અને પુજા પ્રજાપતિ દ્વારા લીપીડ પ્રોફાઇલ ટેસ્ટ, સી.બી.સી., થાઇરોડ અને હાડકાની ઉણપ માટે બોન મીનરલ, યુરીન રૂટીન, લીવર અને ડાયાબિટીશ માટેના ટેસ્ટ કરી યોગ્ય નિદાન તથા સારવાર માટે માર્ગદર્શન આપાયું હતું. આ કેમ્પમાં એસીપી શ્રી પ્રવિણકુમાર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રમોદ વળવી, જે.બી.ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવાં એલ.સી.બી. પી.આઇ કોળી, એસ.ઓ.જી. પી.એસ.આઇ. જય ધોળા સુત્રાપાડા પી.એસ.આઇ. પંડ્યા સહિત પોલીસ કર્મીઓ સહભાગી થયા હતા.
રિપોર્ટર :- ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

રાજકોટના નાનકડાં ગામમાં દેવદૂત બની ઊતર્યું એરફોર્સનું ચેતક, બે પ્રસૂતા અને શિશુ બચાવ્યાં

aapnugujarat

વ્યાજખોરના ઘરેથી મળી એટલી રોકડ કે મંગાવ્યું પડ્યું મશીન

aapnugujarat

ડભોઈ નગરના મહુડી ભાગોળ વિસ્તારમાં માછીવાડ ખાડા પાસે કચરાનુ સામ્રાજ્ય

editor

Leave a Comment

UA-96247877-1