Aapnu Gujarat
Uncategorized

રાજકોટના નાનકડાં ગામમાં દેવદૂત બની ઊતર્યું એરફોર્સનું ચેતક, બે પ્રસૂતા અને શિશુ બચાવ્યાં

વિછીંયા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે નાના એવા નાના માત્રા ગામમાં કુદરતી આફત તો આવી પણ રમેશભાઇ ખાવડુને ત્યાં તો ચિંતાનું જાણે વાદળ ફાટી પડ્યું. તેમના ૩૫ વર્ષીય પત્નીને પૂરા દિવસો જતાં હતાં અને ગમે ત્યારે પારણું બંધાય એમ હતું. એકતરફ રાતનો ધોધમાર વરસાદ અને બીજી બાજુ પત્નીને પ્રસવપીડાપ!! આવા સંજોગોમાં એરફોર્સનું હેલિકોપ્ટર આવ્યું ને તેમને ઉગારી લીધા.
મદદ પહોંચી ત્યાં સુધીમાં બાળકીનો જન્મ તો થઇ ગયો હતો. પણ, બ્લેસન્ટની તકલીફ ઉભી થઇ. માતા માટે આ જોખમી પણ સાબિત થઇ શકે એમ હતી.
ચોટીલા ખાતે ડિઝાસ્ટરને લગતી કામગીરીની સમીક્ષા કરતા મુખ્યપ્રધાન રૂપાણીના ધ્યાને આ વાત ધ્યાને આવી અને તેમણે કલેક્ટરને તત્કાલ પ્રસૂતા માતાને એરલિફ્ટ કરાવવાની સૂચના આપી. કલેક્ટર પાંડેએ તત્કાલ એરફોર્સને મદદનો સંદેશો પાઠવ્યો અને બીજી તરફ પ્રાંત અધિકારી અને બીએચઓને આ મેડિકલ ઇમર્જન્સી માટે તૈયાર રહેવા સૂચના અપાઇ. આ અધિકારીઓ તત્કાલ નાના માત્રા ગામ પાસે પહોંચી ગયા.દરમિયાન, એરફોર્સને મેસેજ મળતાં ચેતક હેલિકોપ્ટર નાના માત્રા જવા રવાના થઇ થોડી જ મિનિટોમાં ઉતર્યું અને ખાનગી કારમાં માતા અને બાળકીને બેસાડી લેન્ડિંગ સ્થળ ઉપર લઇ જવામાં આવ્યા. અહીં માતા અને બાળકીને હેલિકોપ્ટરમાં ચઢાવી સીધા જસદણ હેલિપેડ સુધી લઇ જવામાં આવ્યા. અહીં પહેલેથી જ રહેલી એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા.આ ઘટનાક્રમ દરમિયાન જ જાણ થઇ કે ગામની અન્ય એક ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા શરુ થઇ છે. વૈશાલીબહેન ભરતભાઇ દેરવાડિયા નામના મહિલાને પણ એરલિફ્ટ સામા કાંઠે રાહ જોઇ રહેલી ૧૦૮ એમ્બ્યુલન્સ પાસે ઉતાર્યાં. ત્યાંથી તેમને વિછીંયા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યાં.જામકંડોરણામાં સીએમ હાજર હતાં અને સમગ્ર તંત્રને જરુરી આદેશો મળતાં જિલ્લા વહીવટી તંત્ર, એરફોર્સના તત્કાલ પગલાંને પરિણામે બે મહિલાઓ અને બે નવજાત શિશુ માટે ચેતક હેલિકોપ્ટર લાઇફ સેવિયર બની રહ્યું હતું.

Related posts

Google Home One-ups Amazon Echo, Now Lets You Call phones

aapnugujarat

બાળકી સાથે ફુઆએ કર્યા શારીરિક અડપલા

aapnugujarat

प्रधानमंत्री मोदी ने राजकोट में एम्स की रखी आधारशिला

editor

Leave a Comment

UA-96247877-1