Aapnu Gujarat
રાષ્ટ્રીય

અરુણાચલપ્રદેશઃ દેશની સુરક્ષા મજબૂત કરવા ચીન સરહદે સુરંગ બનાવશે ભારત

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવને પગલે ભારત સરકાર દેશની નોર્થ-ઈસ્ટ સરદહને મજબૂત કરી રહી છે. અરુણાચલ પ્રદેશમાં ચીન સરહદ સુધી પહોંચવા ભારત સરકાર સુરંગ બનાવવા અંગે વિચાર કરી રહી છે. જેથી કોઈ પણ સમયે સેનાને ઝડપથી મદદ પહોંચાડી શકાય. આ માટે ભારત સરકારે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનને કામ સોંપ્યું છે.એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ આ સુરંગ બે લાઈનની બનાવવામાં આવશે, જેથી ટ્રાફિકને આવવાજવામાં સરળતા રહે. સુરંગ બન્યા બાદ ૧૩,૭૦૦ ફીટ ઊંચા માર્ગનો ઉપયોગ કરવામાંથી રાહત મળશે. અને સ્થાનિકો અને સેનાના જવાનોને પહાડી રસ્તાનું અંતર ઘટીને ફક્ત ૭ કિમીનું રહી જશે. સુરંગ બનાવવા માટે ઓર્ગેનાઈઝેશને અરુણાચલ પ્રદેશ સરકાર પાસે જમીન અંગે માગણી કરી છે.
ઓર્ગેનાઈઝેશનના પ્રોજેક્ટ કમાંડર આર.એસ. રાવતે આ મુદ્દે નોર્થ-ઈસ્ટ વિંગના ઉપાયુક્ત સોનલ સ્વરુપ સાથે પણ મુલાકાત કરી હતી. આપને જણાવી દઈએ કે, હાલના સમયમાં અહીંના લોકોને તિબેટ સરહદે પહોંચવા માટે ગુવાહાટી થઈ તવાંગ સુધી ૪૯૬ કિમીની મુસાફરી કરવી પડે છે. જોકે સુરંગ બની ગયા બાદ આ અંતર ઘટી જશે અને સમય પણ બચશે. મળતી માહિતી મુજબ ચોમાસુ પુરુ થયા બાદ સુરંગ માટે જમીન સંપાદન કરવાનું કામ હાથ ધરવામાં આવશે

Related posts

જવાહરલાલ નહેરૂ અને સરદાર પટેલના કારણે ભારતના ભાગલા પડ્યા : ફારૂક અબ્દુલ્લા

aapnugujarat

બંગાળમાં ભાજપ સમર્થકો ઉપર લાઠીચાર્જ

aapnugujarat

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાથી ખર્ચમાં થશે ઘટાડો : પ્રણવ મુખર્જી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1