Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જવાહરલાલ નહેરૂ અને સરદાર પટેલના કારણે ભારતના ભાગલા પડ્યા : ફારૂક અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂખ અબ્દુલ્લાએ ભારતના ભાગલાને લઇને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ફારૂખ અબ્દુલ્લાએ જણાવ્યું કે મોહમ્મદ અલી જિન્ના પાકિસ્તાન બનાવાની તરફેણમાં ન હતા. તેમણે કહ્યું કમિશન આવ્યું, તેમાં નિર્ણય લેવામાં આવ્યો કે હિન્દુસ્તાનના ભાગલા નહીં કરીએ.અમે મુસ્લિમ માટે એક વિશેષ પ્રતિનિધિત્વ રાખીશું. શિખો તેમજ અલ્પસંખ્યકો માટે વિશેષ પ્રતિનિધિત્વ આપીશું પરંતુ દેશના ભાગલા પાડીશું નહીં. અબ્દુલ્લાએ કહ્યું કે જિન્નાએ આ વાત માની લીધી પરંતુ જવાહરલાલ નહેરૂ, મૌલાના આઝાદ અને સરદાર પટેલે આ વાતનો સ્વીકાર કર્યો નહીં.અબ્દુલ્લાએ કહ્યું કે જ્યારે આમ ન થયું ત્યારે જિન્નાએ ફરી અલગ દેશ પાકિસ્તાન બનાવાની માગણી શરૂ કરી દીધી. ફારુખ અબદુલ્લાએ કહ્યું કે જો તે સમયે માગણીઓનો સ્વીકાર કરી લીધો હોત તો આવો દેશ ક્યાંય ન હોત. અબ્દુલ્લાએ કહ્યું કે તો ન બાંગ્લાદેશ હોત કે ન પાકિસ્તાન પરંતુ આજે એક ભારત હોત.

Related posts

‘પાકિસ્તાન સાથે આરપારની લડાઈ કરી પીઓકે પરત મેળવે ભારત’ : રામદાસ આઠવલે

aapnugujarat

લાલૂ યાદવ મિડિયાના ડાર્લિંગ બની ગયા છે : નીતિશ

aapnugujarat

ગોડાઉન ખાલી કરવા સરકાર દાળ વેચશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1