Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગોડાઉન ખાલી કરવા સરકાર દાળ વેચશે

ખરીફ સિઝનના પાકનું વાવેતરે ઝડપ પકડી લીધી છે. ન્યુનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) વધારીને દોઢ ગણા કરવાથી સરકારી ખરીદીમાં ભારે વધારો થવાનું અનુમાન છે પરંતુ સરકારી ગોડાઉનોમાં પડેલી ૫૫ લાખ ટન દાળ નવો પડકાર બની શકે છે. તેનાથી નિપટવા માટે સરકારે ગોડાઉનનોને ખાલી કરવા માટે દાળને ખુલ્લા બજારમાં વેચવાનો નિર્ણય લીધો છે.
બજારમાં ચણાના બજારભાવ ન્યુનત્તમ સમર્થન મૂલ્યને સ્પર્શતા જ સરકારે પોતાની ખરીદ એજન્સી નાફેડને ખુલ્લા બજારમાં ચણા વેચવાનો નિર્દેશ આપ્યો છે. અડદનું વાવેતર ગત વર્ષના મુકામલે ઓછું થવાથી ખરીદ એજન્સીઓને નિર્દેશ અપાયો છે કે અડદના વેચાણ માટે પખવાડિયા સુધી રાહ જોવામાં આવે.
અડદ અંગે કોઈ નિર્ણય લેતાં પહેલાં ગંભીર વિચાર-વિમર્શની સલાહ આપવામાં આવી છે. અડદના વેચાણ પહેલાં તેનો પાક અને બજાર મૂલ્યની સમીક્ષા કરવામાં આવશે. આ અંગે કોઈ પણ નિર્ણય પખવાડિયાની અંદર લેવાશે. ખરીફ સીઝનમાં ઉપજની સરકારી ખરીદીને સુચારું રૂપે સંચાલિત કરવા માટે પહેલાથી ભરેલા ગોડાઉનોને ખાલી કરવા જરૂરી બની ગયા છે. ખાલી ગોડાઉનોના આધાર પર જ સરકારી ખરીદી નિર્ભર કરશે.
કૃષિ મંત્રાલયે પાકના વેચાણ માટે ‘પહેલા આવો, પહેલા મેળવો’ની નીતિને આધાર બનાવવાનો નિર્દેશ આપ્યો છે. સરકારી નિવેદનમાં સ્પષ્ટ કહેવાયું છે કે આ સમયે સૌથી વધુ જરૂરી અડદ, મગફળી અને ગરમીઓની સીઝનમાં ખરીદવામાં આવેલી મગ અને અડદને વેચવા જરૂરી છે. એ પણ જરૂરી છે કે દાળના પાક માટે ક્વોલિટીવાળા ગોડાઉન હોવા જોઈએ.

Related posts

शर्मनाक घटना : 7 साल की बच्ची से मंदिर में दुष्कर्म,वीडियो किया वायरल

aapnugujarat

કુલગામમાં સુરક્ષા દળો પર પથ્થરમારો : ત્રણનાં મોત

aapnugujarat

ભાજપને પરાસ્ત કરવા કોંગ્રેસ સાથે કામ કરવા તૈયાર : મમતા બેનર્જી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1