Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીને ભેટવા રાહુલ ફેબ્રુઆરીથી રાહ જોઈ રહ્યા હતા..!?

અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન સંસદમાં રાહુલ ગાધીનું પ્રધાનમંત્રી મોદીને આપવામાં આવેલી ’ઝપ્પી’ની ચર્ચા ગરમ છે. લોકો આ ઘટનાને ભૂલી શક્યા નથી. રાહુલ ગાંધીનું પીએમ મોદીને અચાનક ભેટી પડવા પર દરેક લોકો આશ્વર્યમાં હતા. લોકોને પોતાની આંખો પર વિશ્વાસ થઇ રહ્યો નહતો કે રાહુલ ગાંધીને અચાનક આ શું થઇ ગયું. પરંતુ સૂત્રોનું માનીએ તો રાહુલે આ બધું અચાનક નહતું કર્યું પરંતુ એ છેલ્લા કેટલાક મહિનાથી આવું કરવાની રાહ જોઇ રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી ઘણા મહિના પહેલાથી આ સમયની રાહ જોઇ રહ્યા હતા કે કેવી રીતે પીએમ મોદીને જાહેરમાં ગળે મળીને લોકોને એક ખાસ સંદેશ આપવામાં આવે. એમની આ યોજના ફેબ્રુઆરીમાં જ બનાવી લીધી હતી, પરંતુ અત્યાર સુધી એમને આવું કરવાની તક મળી નહતી.
રાહુલ ગાંધીની નજીકના સૂત્રોએ જણાવ્યું કે સંસદમાં રાહુલની જે ’ઝપ્પી’થી ભાજપ સહિત કોંગ્રેસના નેતા પણ હેરાન હતા, એની યોજના પહેલાથી જ તૈયાર કરવામાં આવી હતી. એમના પ્રમાણે રાહુલ ગાંધીને પહેલી વખત આવું કરવાનો વિચાર ત્યારે આવ્યો હતો જ્યારે એ ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિને ધન્યવાદ પ્રસ્તાવના જવાબમાં પ્રધાનમંત્રી મોદીનું ભાષણ સાંભળી રહ્યા હતા. પીએમ મોદીએ પોતાના આ ભાષણમાં જવાહરલાલ નહેરુથી લઇને સોનિયા ગાંધી સુધી તમામની જોરદાર ટીકા કરી હતી. એમને કહ્યું હતું કે કોંગ્રેસ બસ ’એક પરિવાર’ના હાથની કથપુતળી છે અને એ એની સેવામાં જ લાગેલી છે.
રાહુલ ગાંધીએ આ ટીકાના જવાબમાં પીએમ મોદી અને ભાજપને ઘેરવાનો પ્લાન બનાવ્યો અને પોતાના પ્લાન પ્રમાણએ એમને અવિશ્નાસ પ્રસ્તાવ દરમિયાન પોતાનું ભાષણ પૂરું થતા જ પ્રધાનમંત્રી મોદીને જઇને ભેટ્યા. વાસ્તવમાં, રાહુલ ગાંધી લોકોને એવો સંદેશ આપવા ઇચ્છતા હતા કે ભાજપ નફરકત કરનારી પાર્ટી છે અને એ કોંગ્રેસ વિરુદ્ધ ગમે તેટલું ઝેર કાઢે, પરંતુ કોંગ્રેસ એનો જવાબ પ્રેમથી જ આપશે.

Related posts

पीएजीडी का गठन चुनावी लाभ के लिए नहीं, राज्य का दर्जा देने के लिए हुआ : महबूबा मुफ्ती

editor

भारत ने पाकिस्तान को कहा उसके नागरिक सुरक्षित लौटाए

aapnugujarat

PM किसान सम्मान योजना के तहत लाभार्थियों को मिलेंगे चार हजार : सीएम येदियुरप्पा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1