Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી વહેલી યોજાવા પર પૂર્ણવિરામ

આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મતદાન વીવીપેટ એક મશીનથી કરાવવા માટે ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટને આ મશીનો મેળવવા માટે આપેલી ડેડલાઈન તે પુરી શકશે કે કેમ ? તે અંગે સવાલો ઉભા થયા છે કારણ કે ૧૬ લાખ મશીનો મેળવવા માટે ગયા વર્ષે ઓર્ડર આપવામાં આવ્યો હતો પરંતુ હજુ પુરતા પ્રમાણમાં મળી શકયા નથી. વીવીપેટ મશીનોની ડીલીવરીનું કામ ધીમુ ચાલતુ હોવાથી લોકસભાની ચૂંટણી વહેલી યોજવાની શકયતા ઉપર પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે.
૨૪ એપ્રિલ ૨૦૧૭ના રોજ ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટમાં એક સોગંદનામુ દાખલ કરીને ખાત્રી આપી હતી કે, ૨૦૧૯ની ચૂંટણી માટે તમામ મત કેન્દ્રો ઉપર વીવીપેટ મશીનો ઉપલબ્ધ થઈ જશે. આ માટે ભારત ઈલેકટ્રોનીકસ લી. અને ઈલેકટ્રોનીકસ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા હૈદરાબાદને ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૧૮ પહેલા આ મશીનો આપવાના કરાર કરવામાં આવ્યા હતા. આ જૂનમાં ૧૬.૧૫ લાખ વીવીપેટ મશીનોનો ઓર્ડર આપ્યાના ૧૪ મહિના બાદ ચૂંટણી પંચને ૩.૪૮ લાખ યુનિટો એટલે કે કુલ ઓર્ડરના ૨૨ ટકા જ મશીનો મળ્યા હતા અને તે પણ ડેડલાઈન પુરી થવાના ૩ મહિના પહેલા. વીવીપેટ મશીનોની ડીલીવરીમાં વિલંબથી લોકસભાની ચૂંટણી વહેલી યોજવાની બાબત પર પૂર્ણ વિરામ મુકાય જાય તેવુ જણાય રહ્યુ છે.
અત્રે નોંધનીય છે કે, આ મશીનો થકી મતદાન કરાવવાથી મતદારને મતદાન કર્યાની પહોંચ પણ મળે છે. જેના કારણે મશીનની પારદર્શિતા વધી જાય છે. ૨૦૧૯માં સમગ્ર દેશમાં આ મશીન થકી ચૂંટણી યોજવાનુ નક્કી થયુ છે. આ માટે ગયા વર્ષે સરકાર હસ્તકના બે એકમોને ઓર્ડર પણ આપવામાં આવ્યા હતા. હવે ચૂંટણી પંચ ઈચ્છે છે કે, સપ્ટેમ્બર ૨૦૧૮ની ડેડલાઈન પુરી થવી જોઈએ.

Related posts

Rajiv Gandhi assassination case: Nalini Sriharan released on parole of 30-days from Vellore central prison

aapnugujarat

મહિલાઓનું સન્માન કરીએ છીએ, ક્યારેય રેપિસ્ટ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો નથી : CJI

editor

માયાવતી અને અખિલેશ વચ્ચે બેઠકોની વહેચણીે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1