Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વેનેઝુએલામાં બૂટ રિપેર કરાવવાના ૪ લાખ રૂપિયા..!

દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં મોંઘવારી આકાશને આંબી રહી છે. આવામાં આતંરરાષ્ટ્રીય નાણા ભંડોળ(ૈંસ્હ્લ)એ સંભાવનાં જણાવી છે કે આ વર્ષનાં અંત સુધીમાં મોંઘાવરી દર ૧૦ લાખ ટકા સુધી પહોંચી જશે. આ સંભાવનાનું મોટુ કારણ એ છે કે વેનેઝુએલાની સરકાર ઝડપથી નોટો છાપી રહી છે જેથી બજેટ પુરુ કરવામાં આવે. આની અસરનો અંદાજો એ વાત પરથી લગાવવામાં આવે છે કે વેનેઝુએલામાં એક યૂનિવર્સિટી પ્રોફેસરે પોતાના જુના બૂટ સરખા કરાવવા માટે ૪ મહિનાની સેલરી બરાબર ૨૦ અબજ બોલિવર(અંદાજે ૪ લાખ રૂપિયા) આપવા પડ્યા હતા.
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં પશ્વિમ ગોળાર્ધ વિભાગનાં અધ્યક્ષ અલેજાંડ્રો વર્નરે વેનેઝુએલાની આ આકાશ આંબી રહેલી મોંઘવારીની તુલના ૧૯૨૩માં જર્મની અથવા ૨૦૦૦માં આવેલી ઝિમ્બાવેની મોંઘવારીથી કરી છે. તેણે ૨૦૧૮માં વેનેજુએલાની અર્થવ્યવસ્થા ૧૮% ઘટવાનું અનુમાન લગાવ્યું છે. તેલ ઉત્પાદનમાં ઘટાડો થતા ત્યાંની ઇકૉનોમી સતત ત્રીજા વર્ષે ઘટશે.
વેનેઝુએલામાં સાડા સત્તરમાં દિવસે કિંમતો બમણી થઇ રહી છે. એક તરફ દેશનાં નાગરિકો ભૂખ અને વધી રહેલી કિંમતોનાં કારણે દેશ છોડી રહ્યા છે તો બીજી તરફ પ્રેસિડેન્ટ નિકોલસ મદુરોનું કહેવું છે દેશ અને વિદેશોમાં તેના રાજકીય વિરોધીયો દ્વારા શરૂ કરવામાં આર્થિક યુદ્ધને કારણે આ સંકટ ઊભુ થયું છે.

Related posts

બાંગ્લાદેશની લેખિકા તસ્લિમા નસરીનનો વિઝા એક વર્ષ માટે લંબાવાયો

aapnugujarat

चीन ने अनुभवी राजनयिक सुन वीदोंग को भारत में अपना नया राजदूत नियुक्त किया

aapnugujarat

ईरान को ट्रंप की धमकी : किसी भी हमले का देंगे करारा जवाब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1