Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માયાવતી અને અખિલેશ વચ્ચે બેઠકોની વહેચણીે

લોકસભા ચૂંટણી ૨૦૧૯માં બીજેપીને હરાવવા માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ગઠબંધન કર્યુ છે. સપા-બસપા વચ્ચે સીટોને લઇ સહેમતી બની ગઇ છે. પ્રાંતમાં બસપાને સપા કરતા વધારે સીટો મળી છે. બસપાના ખાતામાં ૩૮ સીટો ગઇ છે તો સપાને ૩૭ સીટો મળી છે.
બંન્ને પાર્ટીઓ કઇ-કઇ સીટો પર ચૂંટણીમાં ઉતરશે. તેની પણ ઘોષણા કરી દેવામાં આવી છે. જોકે, બંન્ને પાર્ટીઓએ બાગપત, મથુરા અને મુજફ્ફરનગર સીટ છોડી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ત્રણે સીટો આરએલડીના ખાતામાં ગઇ છે.
સપા-બસપાએ ગુરૂવારે સીટોની જાહેરાત કરી છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશની મોટા ભાગની સીટો પર બસપા ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ત્યાં જ રૂહેલખંડ અને મૈનપુરી કન્નોઝ આસપાસની સીટો સપાના ખાતામાં ગઇ છે. જોકે, બંન્ને પાર્ટીઓને દરેક મંડળની સીટો મળી છે.પ્રાંતની ૮૦ લોકસભા સીટોમાં અનુસૂચિત જાતિના સુરક્ષિત ૧૭ સીટોમાંથી ૭ પર સપા ચૂંટણી લડશે તો ૧૦ પર બસપા પોતાનું નસીબ અજમાવશે.તમને જણાવી દઇએ કે, સપા અને બસપાએ પ્રાંતની ૮૦ લોકસભા સીટો માટે ૩૮-૩૮ સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પરંતુ અખિલેશ યાદવ પોતાના કોટામાથી એક સીટ આરએલડીને આપી દીધી છે.આમ આરએલડીને ત્રણ સીટો મળી છે. જ્યારે રાયબરેલી અને અમેઠી સીટ પર કોંગ્રેસ વિરૂદ્ધ ઉમેદવાર નહી ઉભા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Related posts

બંગાળમાં ભાજપ કાર્યકરની હત્યા

editor

એલએસી પર સૌથી મોટી સંખ્યામાં જવાનો તૈનાત : S. JAISHANKAR

aapnugujarat

SC will hear petition challenging 10% reservation for general category on July 16

aapnugujarat

Leave a Comment

UA-96247877-1