Aapnu Gujarat
ગુજરાત

એસટીની હડતાળથી મુસાફરો અટવાયા, ખાનગી વાહનોએ ચલાવી લુંટ

આજે એસટી નિગમના કર્મચારીઓએ માસ સીએલ પર જવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ખાનગી વાહનોમાં વધારે ભાડું ચૂકવીને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. હડતાળને પગલે ખાનગી વાહનો પણ ઉઘાડી લુંટ ચલાવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે બુધવારે ગુજરાત રાજ્ય એસટી નિગમના ત્રણ યુનિયનની અમદાવાદમાં બેઠક યોજાઇ હતી. પડતર પ્રશ્નોને લઇને યોજાયેલી બેઠકમાં યોગ્ય નિરાકરણ આવે તે માટે વાતચીત થઇ હતી. સાથે જ ગુરુવારે એસટીના કર્મચારીઓની માસ સીએલને સફળ બનાવવા માટે પણ રણનીતિ ઘડી હતી.
એસટી નિગમના ત્રણેય યુનિયન દ્વારા બુધવારે મધરાતથી એસટીના ૪૫ હજાર કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરશે. સાથે સાથે આજ સમયે એસટી બસના પણ પૈડા થંભી જશે. આ નિર્ણયથી એક સાથે ૭૦૦૦ હજાર એસટી બસના પૈડા ગુરુવારથી જ થંભી જશે.
એસટીના કર્મચારીના જણાવ્યા પ્રમાણે અમે સીએમ, ડે.સીમ જેવા પદાધીશો સાથે મળીને અમારા પ્રશ્નોની રજૂઆત કરવા છતાં કંઇ નિવેડો આવ્યો નથી. એનો મતલબ એ છે કે સરકાર પોતે એસટીના કર્મચારીઓ માસ સીએલ ઉપર જાય એવું ઇચ્છે છે.
બાકી કામદારો માસ સીએલ ઉપર જવા ન્હોતા માંગતા. પરંતુ વારંવાર છેલ્લા બે વર્ષથી રજૂઆત કરવા છતાં કંઇ ન થતાં માસ સીએલનું બ્રહ્માસ્ત્ર ચલાવવું પડ્યું છે.

Related posts

ગુજરાતની સરહદને આવરી લેતા પરિક્રમા પથ પ્રોજેક્ટના શ્રી ગણેશ, 2 હજાર કરોડના ખર્ચે થશે તૈયાર

aapnugujarat

ગોધરામાં બી ડીવિઝન પોલીસે ચોરીના મૂદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો.

editor

अहमदाबाद में स्वाइनफ्लू के ओर ७८ केस : ४ मरीज की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1