Aapnu Gujarat
ગુજરાત

ગોધરામાં બી ડીવિઝન પોલીસે ચોરીના મૂદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો.

ગોધરાથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે,પંચમહાલ જીલ્લાની ગોધરા બી ડીવીઝન પોલીસે ચોરીમા ગયેલી બાઈક તેમજ સોના ચાંદીના દાગીના,મોબાઈલ ફોન,ચલણી નોટો સાથે ૧,૨૦,૭૦૧ લાખ રૂપિયાના મૂદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.પોલીસે ઇસમ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

   પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનૂસાર ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ એચ.એન.પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી.તેવી બાતમીના આધારે પોલીસ ટીમે તેની પુછપરછ કરતા તેની પાસેથી બાઈક મળી આવી હતી.અને તેના ઘરમા તપાસ કરતા સોના ચાંદીના દાગીના,મોબાઇલ ફોન,ચલણી સિક્કા, અન્ય ચીજ વસ્તુ મળીને રોકડ મુદ્દામાલ જપ્ત કરીને ચોરીની મોટરસાઈકલનો ગૂનો ડીટેકટ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

શહેરના સલામપુરા ગામે મગર દેખાયો

editor

મા નર્મદા મહોત્સવની સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓની સાથે વડોદરાના નાગરિકોને  મોટી સંખ્યામાં ભાગ લેવા કલેકટરશ્રીનો અનુરોધ

aapnugujarat

અમદાવાદને પાણી આપવા બે વર્ષમાં ૩૬૯ કરોડનો ખર્ચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1