Aapnu Gujarat
ગુજરાત

મા નર્મદા મહોત્સવની સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓની સાથે વડોદરાના નાગરિકોને  મોટી સંખ્યામાં ભાગ લેવા કલેકટરશ્રીનો અનુરોધ

ગુજરાતવાસીઓની જીવાદોરી સમાન નર્મદા નદી પર સરદાર સરોવર ડેમમાં દરવાજા બંધ કરવાની સંમતિ મળતા ગુજરાતના દુર દુરના વિસ્‍તારને કેનાલના માધ્‍યમથી પીવાનું તેમજ સિચાઇનું પાણી અને વીજળી મળતા થયા છે તેની ઉજવણીના ભાગરૂપે યોજાનાર મા નર્મદા મહોત્‍સવની સ્‍પર્ધામાં વધુમાં વધુ નાગરિકો ભાગ લે તે માટે જિલ્‍લા કલેક્ટર પી.ભારતીએ અનુરોધ કર્યો છે.

ફક્ત વેબસાઇટ (www.narmadamahotsav.gujarat.gov.in) ઉપર ઓનલાઇન નોંધણી કરેલ સ્‍પર્ધકો જ આ સ્‍પર્ધામાં ભાગ લઇ શકશે. સ્‍પર્ધાનું માધ્‍યમ ગુજરાતી ભાષામાં રહેશે. સ્‍પર્ધા માટે નોંધણી અને એન્‍ટ્રી તા.૨૫-૦૭-૨૦૧૭ સુધી ખુલ્‍લી રહેશે. આ સ્‍પર્ધામાં (અ) ઘોરણ-૧૦ સુધીના વિધાર્થીઓ, (બ) ઘોરણ-૧૧ થી કોલેજ/યુનિવર્સિટીના વિધાર્થીઓ અને (ક) અન્‍ય નાગરિકો માટે નોંધણી છે. વિધાર્થીઓએ શાળા/કોલેજનું નામ તથા શાળા/કોલેજના શિક્ષક, મુખ્‍ય શિક્ષક અથવા પ્રિન્‍સિપાલનું નામ અને મોબાઇલ નંબર તથા અન્‍ય સ્‍પર્ધકોએ પોતાનો મોબાઇલ નંબર ફરજીયાત પણે આપવાનો રહેશે. દરેક સ્‍પર્ધક કોઇપણ એક અથવા વધારે સ્‍પર્ધામાં ગતે તેટલીવાર ભાગ લઇ શકશે. સ્‍પર્ધાને લગતા દરેક વિષયો સ્‍પર્ધકનું પોતાનું સર્જન/મૌલિક હોવું જોઇએ. આ સ્‍પર્ધામાં ફક્ત On Line થી જ નોંધણી કરી સ્‍પર્ધાને લગતી માહિતી જેવી કે, કવિતા, નિબંધ, સ્‍લોગન, નર્મદાના પાણીથી થયેલ લાભ અને તેને લગતી સફળ ગાથાઓ અને આશરે એક મિનીટની મોબાઇલ ફિલ્‍મ દર્શાવ્‍યા મુજબની ફાઇલ ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે. કવિતા, સ્‍લોગન, સફળ ગાથા અને નિબંધ અપલોડ કરવા માટે ‘‘વર્ડ ફાઇલ કે પી.ડી.એફ. ફાઇલમાં શ્રુતિ ફોન્‍ટ’’નો ઉપયોગ કરવાનો રહેશે. મોબાઇલ વિડીયોની સ્‍પર્ધાનો વિડીયોની સ્‍પર્ધાનો વિડીયો અપલોડ કરવા માટે MP4 અથવા AVi ફાઇલનો જ ઉપયોગ કરવાનો રહેશે. વિજેતા સ્‍પર્ધકોને દરેક કેટેગરીમાં ઇનામો આપી સન્‍માનિત કરાશે. જેમાં પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્ધિતિય વિજેતાને ૧૫,૦૦૦/- અને ત્રૃતિય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- નું ઇનામ અપવામાં આવશે. સ્‍પર્ધામાં વિજયી સ્‍પર્ધકોના નામ બહોળી પ્રસિધ્‍ધિથી સમાચાર માધ્‍યમો દ્ધારા કરવામાં આવશે અને સરકારશ્રી દ્ધારા નક્કી કરેલ કાર્યક્રમમાં સન્‍માનિત કરવામાં આવશે. સ્‍પર્ધકે ભરેલ સ્‍પર્ધામાં નોંધણીમાં કોઇપણ જાતની અધૂરી વિગતો અથવા વિષયને સંબંધિત નહીં હોય તો તેવી એન્‍ટ્રીઓ રદ થવાને પણ થશે સ્‍પર્ધામાં આવેલ એન્‍ટ્રીઓની મૂલ્‍યાંકન નિષ્‍ણાત જ્યુરી દ્ધારા કરવામાં આવશે. તમામ સ્‍પર્ધામાં આવેલ એન્‍ટ્રીઓના પરિણામ/વિજેતા તથા સ્‍પર્ધકને સ્‍પર્ધામાંથી બાકાત કરવો કે નહીં તેના માટે અબાધિત સત્તા સ્‍પર્ધાની જયુરીની રહેશે. સ્‍પર્ધામાં વિજેતા થયેલ નિબંધ, કવિતા, સુવાક્યો અને વિડીયો ફિલ્‍મના પ્રચાર/પ્રસાર કરવાના અધિકારો સરકારશ્રીના રહેશે. આ સ્‍પર્ધાને લગતા કોઇપણ વાદ-વિવાદમાં નિષ્‍ણાત જ્યુરી નિર્ણય અંતિમ ગણાશે.

Related posts

केंद्र का गुजरात के प्रति हकारात्मक रवैया रहा है : जगदीश भावसार

aapnugujarat

લીંબડીના જગદીશ આશ્રમ મંદિરનો ચલણી નોટોથી શણગાર

editor

सूरत नगर निगम चुनाव, 64 सीटों के लिए भाजपा की ओर से 1041 दावेदार

editor

Leave a Comment

UA-96247877-1