Aapnu Gujarat
ગુજરાત

ધોધમાર વરસાદની હેલીઓ વચ્ચે ડભોઇને મળી નવા અદ્યતન બસ સ્ટેશનની સુવિધા

વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી વલ્લભભાઇ કાકડીયાએ ડભોઇ ખાતે રૂ. ૧.૪૧ કરોડથી વધુ રકમના ખર્ચે બાંધવામાં આવેલા નવીન, સુવિધા સુસજ્જ અને અદ્યતન બસ સ્ટેશનનું ધોધમાર વરસાદની હેલીઓ વચ્ચે લોકાર્પણ કર્યુ હતુ. તેમણે સાંસદશ્રી રામસિંહભાઇ રાઠવા, નિગમના ડિરેકટરશ્રી જશુભાઇ ભીલ અને મહાનુભાવો સાથે બસ મથક ખાતેની પ્રવાસી અને સ્ટાફ સુવિધાઓનુ નિરીક્ષણ કર્યુ હતું.

રાજ્ય સરકાર માટે એસ.ટી.નિગમ કમાણી કરવા માટેનું સાધન નહીં પણ છેવાડાના માનવીઓ સુધી પરિવહનની સગવડો પહોંચાડવાનુ માધ્યમ છે એવી લાગણી વ્યક્ત કરતાં વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું કે એટલે જ મુખ્યમંત્રીશ્રીએ હવે એસ.ટી.નિગમને દર વર્ષે ૧૦૦૦ને બદલે ૧૬૦૦ નવી બસો આપવાનુ સૌજન્ય દાખવ્યુ છે અને છ મહિનામાં નિગમના વાહન કાફલામાં બે વર્ષની ૩૨૦૦ નવી બસો ઉમેરાશે.

હવે નિગમ વોલ્વોની સાથે ૨૦૦ નવી એસી બસો દોડાવશે અને ગામડાઓના ૫૦% કરતાં ઓછા ટ્રાફિકવાળા રૂટસ પર ૩૦૦ મીની બસોની સેવા મળશે. તેમણે જણાવ્યું કે એરપોર્ટને સમકક્ષ સુવિધાઓ ધરાવતા ૧૦ આઇકોનીક બસ પોર્ટસ બનાવ્યા બાદ હવે વધુ ૦૬ બસ પોર્ટસ અને રૂ.૧૫૦ કરોડના ખર્ચે વધુ ૨૮ નવા બસ સ્ટેશન્સ બનાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

જીપીએસની સુવિધા ડ્રાઇવર-કંડકટર્સ હેરાન કરવા માટે નહીં પણ પ્રવાસીઓને બસોના આગમનની સમયસરતાથી વાકેફ રાખવા માટે છે એવું મંતવ્ય વ્યક્ત કરતાં તેમણે જણાવ્યુ કે નિગમનો સ્ટાફ ખૂબ જ સમર્પિત સેવાઓ આપે છે અને કર્મચારી સંઘોનો અભિગમ સહયોગ સભર રહ્યો છે.

સાંસદશ્રી રામસિંહભાઇ રાઠવાએ સમયની માંગ પ્રમાણે એસ.ટી.નિગમની કાયાપલટ, બસ કાફલા અને બસ સ્ટેશન્સના નવીનીકરણ માટે રાજ્ય સરકારને અભિનંદન આપ્યા હતા. શ્રી જશુભાઇ ભીલે સહુને આવકારતા નિગમની સેવાઓનું વિવરણ આપ્યુ હતુ. ધારાસભ્યશ્રી બાલકૃષ્ણ પટેલે શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી સી.એમ.પટેલ, દિલુભા ચુડાસમા, અભેસિંહભાઇ તડવી, ડભોઇના અગ્રણીઓ અને નિગમના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પેપર લીક : વિનીત માથુર અને અશોક સાહુ રિમાન્ડ ઉપર

aapnugujarat

સફળતા મેળવવા એકતા અનિવાર્ય છે : ભરતસિંહ

aapnugujarat

ફાયર સેફ્ટીના અભાવે રાજયભરમાં ૫૪૦૦થી વધુ મિલ્કતોને નોટિસો ફટકારાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1