Aapnu Gujarat
ગુજરાત

સફળતા મેળવવા એકતા અનિવાર્ય છે : ભરતસિંહ

બૂથ સશક્તિકરણ અને ચૂંટણી વ્યવસ્થા માર્ગદર્શનના ભાગરુપે અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાની સમાવિષ્ટ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરો આગેવાનોને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સફળતા મેળવવા માટે એકતા અનિવાર્ય છે. પક્ષમાં કોઇ એક ને જ ઉમેદવાર તરીકે તક મળતી હોય છે. પક્ષના કાર્યકર આગેવાન તરીકે આપણી સૌની ફરજ છે કે, બાકીના તમામ એક સૂરજૂટ થઇને પંજાના નિશાનને જીતાડવામાં મહેનત કરે તે જરૂરી છે. ગુજરાતના નાગિરકો પરિવર્તન ઇચ્છી રહ્યા છે. આપણે સૌએ સાથેરહીને કામગીરીકરવાની છે. સારા અને મજબૂત કાર્યકરો છે. છેલ્લા ૨૦ વર્ષથી આપ કોંગ્રેસ પક્ષમાં કામ કરો છો. તેઓએ કોંગ્રેસ પક્ષનો ઇતિહાસ વાંચવો જોઇએ જોઇે. ૧૮૮૫માં કોંગ્રેસ પક્ષની સ્થાપના થઇ હતી. સમાજને લગતા તમામ કાર્યો કરેલા છે. કોંગ્રેસે અંગ્રેજોને દેશમાંથી ખદેડી મુક્યા હતા. આઝાદીની લડાઈ લડેલા લોકોએ કોંગ્રેસમાંથી ટિકિટ માંગી ન હતી. જવાહરલાલ નહેરુ ૧૮ વખત જેલમાં ગયા હતા. કાર્યકરો આગેવાનોને જણાવ્યું હતું કે, આપણે બધી મિટિંગમાં હાજર રહીએ એટલે શું ટિકિટ મળવી જોઇએ. કોંગ્રેસને જીતવાની સાથોસાથ બહુમતિ પણ લાવવાની છે. કોંગ્રેસની સરકાર આવે એટલે બેરોજગારી દૂર કરવાું સૌ પ્રથમ કામ કરવાનું છે. ખેડૂતોની સમસ્યાઓ હલ કરવાની છે. શિક્ષણ સોંઘુ કરવાનું છે. કાયદો વ્યવસ્થાનું અમલ કરવાનો છે. ટિકિટ મળે કે ન મળે આપણે એકબીજાને સ્વીકારીને ચૂંટણી જીતવાની છે. આ વખતે વાતાવરણ બદલાયું છે. ભાજપે આપેલા વચનોનું પાલન કરતા નથી. ભ્રષ્ટાચારે માજા મુકી છે. આપણો એક જ ઉમદેવાર કોંગ્રેસનો પંજો. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સૂચના અનુસાર બુથવાઇસ ૧૫-૧૫ સભ્યોની નિમણૂંક કરી. આ બૂથના જ સભ્યો ચૂંટણી જીતાડવાની છે. બૂથ એજન્ટે બૂથમાં સાંજ સુધી બેસી રહેવું જોઇએ. તેમજ મતદારને બૂથ સુધી લાવી કોંગ્રેસ તરફી મતદાન કરાવવાની જવાબદારી આપણા સૌની છે. બીએલઓ મજબૂત હોવો જોઇએ. વિસ્તારના સ્થાનિક પ્રશ્નો અંગે પત્રિકાઓ છપાવી પ્રજા સમક્ષ ઘેર ઘેર પહોંચતી કરવી જોઇે. આપના સ્થાનિક પ્રશ્નોનો ચૂંટણી ઢંઢેરામાં પણ સમાવેશ કરવામાં આવશે.

Related posts

સાણંદ તાલુકાનાં ગોધાવી ગામ પાસે રત્નત્રયી સ્કીમના બિલ્ડરો વિરૂધ્ધ રહીશોની ફરિયાદ

aapnugujarat

અહેમદ પટેલ ઇચ્છશે તો મારો મત તેમને જ રહેશે : શંકરસિંહ વાઘેલા

aapnugujarat

નવા બ્રીજ પર સ્ટ્રીટ લાઇટના બદલે સ્ટ્રીટ ફર્નિચર હશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1