Aapnu Gujarat
મનોરંજન

તાપ્સી પન્નુના નિવેદનથી તેલુગુ ચાહક ખફા થયા

દક્ષિણ ભારતની ફિલ્મોમાં મહિલાઓની સાથે ઉત્તજક દ્રશ્યોને લઇને અભિનેત્રી તાપ્સી પન્નુ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઇને ચાહકોમાં અને બોલિવુડમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે. બીજી બાજુ તાપ્સીએ હોબાળો થયા બાદ હવે પોતાના નિવેદન બદલ માફી માંગી લીધી છે. તાપ્સીએ પોતાના એવા નિવેદન બદલ હવે માફી માંગી લીધી છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે મહિલાઓના શરીર પ્રત્યે આકર્ષણ દરેક જગ્યાએ છે. તાપ્સીના એક હાસ્ય વિડિયો માટે ટ્રોલ કરવામાં આવ્યા બાદ ચર્ચા જોવા મળી રહી છે. તાપ્સીએ વર્ષ ૨૦૧૦માં આવેલી પોતાની પ્રથમ તેલુગુ ફિલ્મ જુમ્માન્ધી નાદમાના નિર્દેશક કે. રાઘવેન્દ્ર રાવ અંગે વાત કરતા કહ્યુ હતુ કે ફિલ્મમાં સેક્સુલિટી લાવવા માટે તેના પેટ પર કઇ રીતે નારિયળ પાણી મુકવામાં આવ્યુ હતુ. તાપ્સીએ તાજેતરમાં જ આયોજિત એક એવોર્ડ કાર્યક્રમમાં કહ્યુ હતુ કે મહિલાઓના શરીરને લઇને આકર્ષણ દરેક જગ્યાએ છે. આકર્ષણ માત્ર સાઉથની ફિલ્મમાં જ નહી બલ્કે બોલિવુડની ફિલ્મોમાં પણ આ સ્થિતી છે. બોલિવુડની અનેક ફિલ્મોના ગીતકોને આ રીતે રજૂ કરવામાં આવ્યા છે. તાપ્સીના નિવેદનને લઇને તેલુગુ ચાહકો નારાજ દેખાઇ રહ્યા છે.
આખરે હોબાળો થયા બાદ તેલુગુ ચાહકો નારાજ દેખાઇ રહ્યા છે. સ્ટાર તાપ્સીએ કહ્યુ છે કે રાઘવેન્દ્ર દ્વારા તેમનુ કોઇ અપમાન કરવામાં આવ્યુ નથી. તેમના કારણે જ તે આજે બોલિવુડમાં છે. કોઇને તેમની વાતથી દુખ થયુ છે તો તે માફી માંગે છે તેમ તાપ્સીએ કહ્યુ છે. તાપ્સી તેલુગુ ફિલ્મને લઇને પણ આશાવાદી બનેલી છે.

Related posts

सिर्फ बॉलिवुड ही ऐसी जगह, जहां नेपोटिजम नहीं है : सलमान

aapnugujarat

કરણ જોહર આજના એક્ટર્સને સ્ટાર નથી માનતો

aapnugujarat

દુરાચારીઓ આતંકવાદીઓ કરતાં પણ ખતરનાક કહેવાય : પરિણિતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1