Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૧૫૦ પોઈન્ટનો વધારો

શેરમાર્કેટમાં આજે બીજા દિવસે મજબૂતાઈ રહી હતી. જો કે વીકલી એક્સપાયરીના કારણે છેલ્લા કલાકમાં ઉપરી સ્તર પર દબાણ બનેલુ છે સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે બંધ થયો હતો.
સેન્સેક્સમાં ૧૫૦ પોઈન્ટની મજબૂતી સાથે નિફ્ટી ૧૦૮૦૦ નજીક પહોંચ્યો હતો. મિડકેપ ઈન્ડેક્સમાં આજે તેજી રહી હતી. ૧ ટકાના વધારા સાથે ઈન્ડેક્સ સફળ રહ્યો હતો. બેંક શેરોમાં મજબુતીનો માહોલ રહ્યો હતો.
ગુરૂવારે કારોબારી સત્રમાં શેર બજાર વધારા સાથે બંધ થયુ હતુ. દિવસના કારોબાર પૂર્ણ થયો ત્યારે સેન્સેક્સમાં ૧૪૨ પોઈન્ટ સાથે ૩૫,૮૯૮ પર અને નિફ્ટી ૫૪ પોઈન્ટની તેજી સાથે ૧૦,૭૮૯ પર કારોબાર કરી બંધ થયો હતો. નિફ્ટીના ૫૦ શેરોમાં ૩૬ લીલા નીશાન પર ૧૪ લાલ નીશાન પર બંધ થયા હતા. નિફ્ટી મિડકેપ ૦.૯૨ ટકાની તેજી સાથે સ્મોલકેપ ૧.૦૭ ટકાની તેજી સાથે કારોબાર કરી બંધ થયો હતો.
દિવસનો કારોબાર ખતમ થયો ત્યારે નિફ્ટી ઓટોમાં ૦.૪૩ ટકાની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ ૦.૮૮ ટકાની તેજી, નિફ્ટી એફએમસીજી ૦.૩૯ ટકાની તેજી, નિફ્ટી આઈટી ૦.૧૩ ટકાના ઘટાડા સાથે નિફ્ટી મેટલ ૧.૧૩ ટકાની તેજી સાથે, નિફ્ટી ફાર્મા ૧.૧૬ ટકાની તેજી સાથે નિફ્ટી રિયાલિટી ૦.૩૯ ટકાની તેજી સાથે કારોબાર કરી બંધ થયો હતો.આજના કારોબારમાં ઈન્ડીયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સ, ડૉ રેડ્ડી, ટાટા મોટર્સને સૌથી વધુ તેજી નોંધાવી હતી. જ્યારે બીપીસીએલ, ભારતી ઈન્ફ્રા યસ બેન્ક ઇન્ફોસિસમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.

Related posts

કોલસા કૌભાંડ મુદ્દે નવીન જિંદાલ અને અન્યો સામે ચાર્જશીટ

aapnugujarat

पुरानी कारों की बिक्री से नई की मांग घटी

aapnugujarat

10 to 15% rate high in logistics at J&K

aapnugujarat

Leave a Comment

UA-96247877-1