Aapnu Gujarat
બિઝનેસ

કોલસા કૌભાંડ મુદ્દે નવીન જિંદાલ અને અન્યો સામે ચાર્જશીટ

ઉદ્યોગપતિ નવીન જિંદાલ અને અન્યોની તકલીફમાં સતત વધારો થઇ રહ્યો છે. કારણ કે, ખાસ અદાલત દ્વારા તમામ સામે સમન્સ જારી કરવામાં આવ્યા છે.સીબીઆઈ ચાર્જશીટની નોંધ લેવામાં આવ્યા બાદ મધ્યપ્રદેશના કોલસા બ્લોકની ફાળવણી સાથે સંબંધિત કેસમાં આરોપી તરીકે તેમની સામે સમન્સ જારી કરવામાં આવ્યા છે. જિંદાલ ઉપરાંત અન્ય જે લોકો સામે આરોપી તરીકે સમન્સ જારી કરવામાં આવ્યા છેતેમાં કંપની જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ, તેના પૂર્વ ડિરેક્ટર સુશીલ મારુ, પૂર્વ ડેપ્યુટી એમડી આનંદ ગોયેલ અને સીઈઓ વિક્રાંત ગુજરાલનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશમાં ઉરતન નોર્થ કોલ બ્લોકની ફાળવણીમાં છેતરપિંડી અને ફોજદારી કાવતરા બદલ આ તમામ સામે આરોપી તરીકે સમન્સ જારી કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓને ચોથી સપ્ટેમ્બરના દિવસે ખાસ સીબીઆઈ જજ ભારત પરાશર સમક્ષ ઉપસ્થિત થવા માટે કહેવામાં આવ્યું છે. પોતાની ચાર્જશીટમાં સીબીઆઈએ આક્ષેપ કર્યો છે કે, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ દ્વારા સંશાધનોની ખરીદીમાં ગેરરીતિ આચરી હતી. કોલસા મંત્રાલયને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. નવીન જિંદાલ ઝારખંડમાં મુર્ગાદંગલ કોલસા બ્લોકની ફાળવણી સાથે સંબંધિત કેસમાં પણ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. તેમના ઉપર હવે સકંજો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા નવીન જિંદાલ અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ સમન્સ જારી કરવામાં આવ્યા છે જેથી આ તમામ ઉપર સકંજો વધુ મજબૂત કરી દેવામાં આવ્યો છે.

Related posts

હોમ લોનના રેટ વધવા છતાં મકાનોની માંગ યથાવતઃ મુંબઈ, પૂણેમાં સૌથી વધારે તેજી

aapnugujarat

अब स्मार्टफोन्स हो सकते हैं रैन्समवेयर के अगले टार्गेट

aapnugujarat

मारुती सुजुकी के 3 हजार कर्मचारियों ने गंवाई नौकरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1