Aapnu Gujarat
બિઝનેસ

હોમ લોનના રેટ વધવા છતાં મકાનોની માંગ યથાવતઃ મુંબઈ, પૂણેમાં સૌથી વધારે તેજી

હોમ લોનના દર સતત વધતા જાય છે અને તાજેતરમાં વ્યાજના દર ટોચ પર પહોંચી ગયા છે, છતાં ભારતમાં હાઉસિંગની ડિમાન્ડમાં કોઈ ઘટાડો નથી થયો. ઘણા સેક્ટરમાં આર્થિક મંદી છે અને લોકોની છટણી થઈ રહી છે છતાં મોટા શહેરોમાં હાઉસિંગનું વેચાણ વધતું જાય છે તેમ લેટેસ્ટ આંકડા પરથી જાણવા મળે છે. ભારતમાં રિયલ્ટીની દૃષ્ટિએ ટોચના 7 શહેરોનો અભ્યાસ કરવામાં આવે તો બીજા ક્વાર્ટરમાં તેમાં કુલ 1.15 લાખથી વધારે મકાનો વેચાયા હતા. તેમાં મુંબઈ અને પૂણે સૌથી વધારે તેજીના માર્કેટ છે.

દેશના ટોચના 7 શહેરોમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) અને પૂણેના હાઉસિંગ માર્કેટમાં સૌથી વધારે તેજી છે. કુલ મકાનોના વેચાણમાં આ બે શહેરોનો હિસ્સો 51 ટકા હતો. આ શહેરોમાં મકાનોનું કુલ વેચાણ 58,770 યુનિટ હતું. ટોચના સાત બજારોમાં નવી પ્રોપર્ટીના લોન્ચનો આંકડો પણ એક લાખને પાર કરી હયો છે અને છેલ્લા એક વર્ષમાં તેમાં 25 ટકાનો વધારો થયો છે. 2022ના બીજા ક્વાર્ટરમાં ટોચના 7 શહેરોમાં 82,150 યુનિટ લોન્ચ થયા હતા જ્યારે 2023ના સેકન્ડ ક્વાર્ટરમાં 1.02 લાખ યુનિટ લોન્ચ થયા હતા. રિયલ્ટી સેક્ટર માટે ભારતમાં ટોચના સાત માર્કેટમાં NCR, મુંબઈ, બેંગલુરુ, પૂણે, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે.

શહેરોના વ્યક્તિગત દેખાવને જોવામાં આવે તો પૂણેએ આ ગાળામાં 21,350 યુનિટ ઉમેર્યા હતા. એટલે કે ગયા વર્ષની તુલનામાં તેમાં 29 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે 16,560 યુનિટ્સ લોન્ચ થયા હતા. હૈદરાબાદમાં નવા સપ્લાયમાં ઘટાડો થયો છે અને સેકન્ડ ક્વાર્ટરમાં 10,470 યુનિટ ઉમેરાયા હતા. ગયા વર્ષના બીજા ક્વાર્ટરની તુલનામાં તેમાં 51 ટકાનો ઘટાડો થયો છે.

બેંગલુરુ જેવા આઈટી શહેરની રિયલ્ટી માર્કેટમાં થોડો ઘટાડો થયો છે. બીજા ક્વાર્ટરમાં નવા મકાનના લોન્ચમાં 9 ટકા ઘટાડો થયો છે. નવા સપ્લાયમાં જે કાપ મુકાયો તેમાંથી 68 ટકા કાપ મિડરેન્જ અને પ્રીમિયમ સેગમેન્ટમાં મુકાયો છે. આ મકાનોના ભાવ 40 લાખ રૂપિયાથી લઈને 1.50 કરોડ સુધી હોય છે. દેશના સૌથી મજબુત રિયલ એસ્ટેટ માર્કેટમાં NCR પણ સામેલ છે. અહીં ગયા વર્ષના બીજા ક્વાર્ટરની તુલનામાં આ વખતે નવા મકાનોમાં 52 ટકાનો વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં અહીં 8460 યુનિટ્સ લોન્ચ થયા હતા. ચેન્નાઈમાં નવા લોન્ચમાં 71 ટકાનો વધારો થયો છે.

Related posts

587 अंकों की गिरावट के साथ बंद हुआ सेंसेक्स

aapnugujarat

हर दिन ३ हजार करोड़ मूल्य के छापे जा रहे ५०० के नोट

aapnugujarat

દેશમાં આવકવેરો ચૂકવનારાઓની યાદીમાં નવા ૭૫ લાખનો ઉમેરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1