Aapnu Gujarat
રાષ્ટ્રીય

46 લાખ રૂપિયા આપીને જૈન સમુદાયે કુરબાન થવા જઈ રહેલા 250 બકરાને ખરીદી લીધા

 દેશભરમાં આજે એટલે 29 જૂન અને ગુરુવારના રોજ બકરી ઈદનો તહેવાર મનાવવામા આવ્યો. આ તહેવારમાં અનેક બકરી અને બકરાની કુરબાની આપવામાં આવી. મુંગા પશુઓની બલી ચઢવવા પર અનેક લોકો વિરોધ કરી રહ્યા છે અને ખાસ કરીને જૈન સમુદાય દ્વારા અનેક જીવદયાના કાર્યક્રમ ચાલવવમાં આવી રહ્યા છે, ત્યારે ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં જૈન સમુદાય દ્વારા સરહાનીય કામ કરવામાં આવ્યું છે.

ઉત્તરપ્રદેશના બાગપતમાં બકરાઓની કુરબાની ન આપવામાં આવે તે માટે જૈનસમુદાય દ્વારા મોટી સંખ્યામાં બકરાની ખરીદી કરી લેવામાં આવી હતી. બાગપત જિલ્લાના અમીનગર સરાય વિસ્તારનો આ સમગ્ર મામલો છે. અહીંના જૈન સમુદાયના લોકોએ બજારમાંથી 250 જેટલા બકરાને ખરીદવામાં આવ્યા હતા અને આ બકરાને બકરાશાળામાં રાખવામાં આવ્યા હતા. જૈનસમુદાય દ્વારા આ પગલુ એ માટે ભરવામાં આવ્યુ હતુ કે, બકરાની કુરબાની આપવામાં ન આવે.

મુંગા પશુઓને બચાવતી આ સંસ્થા આજકાલની નથી. આ સંસ્થા 7 વર્ષ જૂની છે. બાગપતના અમીનગર સરાય વિસ્તારમાં જૈન સમાજના લોકોએ જીવ દયા સંસ્થાની સ્થાપના 2016માં કરી હતી. આ સંસ્થાનો ઉદ્દેશ મુંગા પશુઓના જીવની રક્ષા કરવાનો છે. ખાસ કરીને બકરી ઈદ પર બકરાઓનો બચાવ કરવાનીછે. જૈન સમાજના લોકો ભગવાન મહાવીરના સંદેશ જીવો અને જીવવા દોના સંદેશનું પાલન કરે છે.
બાગપત જિલ્લાની બકરાશાળામાં અત્યારે 450થી વધુ બકરા છે. બકરી ઈદ પહેલા જે બકરાની અલગ અલગ જગ્યાએ કુરબાની આપવા માટે લાવવામાં આવ્યા હતા. તે બકરાને જૈનસમુદાય દ્વારા મોટી રકમ આપીને ખરીદી લેવામાં આવ્યા હતા અને તેને બકરાશાળામાં લઈ જવામાં આવ્યા હતા.

5000 વર્ગ ફીટની બનેલી બકરાશાળામાં ખાવા-પીવા સહિત પશુઓ માટે ડૉક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. સાફ સફાઈનું વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સંસ્થા સાથે જોડાયેલા લોકોનું કહેવુ છે કે, આ ઉત્તર ભારતની એકમાત્ર બકરાશાળા છે. આ સંસ્થાનો ઉદ્દેશ મુંગા પશુઓની જાન બચાવવાનો છે.આ સંસ્થામાં જાનવરો સાથે પક્ષીઓનો પણ બચાવ કરવામાં આવે છે.

Related posts

મોદીરાજમાં છેલ્લાં બે વર્ષમાં બેકારી બેકાબૂ બની

aapnugujarat

લોકસભા ચુંટણી : સટ્ટાબજારમાં ભાજપ ફેવરીટ

aapnugujarat

દિલ્હીમાં બે સ્કૂલગર્લ સાથે દુષ્કર્મ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1