Aapnu Gujarat
રાષ્ટ્રીય

લાલુની પુત્રી મિશાના સીએની ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવની પુત્રી મિશા ભારતીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આજે ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો હતો. રાજકીય વર્તુળોમાં પણ આની ચર્ચા જોવા મળી હતી. ઇડીના અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે, રાજેશ અગ્રવાલની બ્લેકમની રેકેટમાં સંડોવણીને મની લોન્ડરિંગ બદલ દિલ્હીમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. અગ્રવાલ ઉપર શંકાસ્પદ લેવડદેવડ મારફતે બ્લેકમનીને વ્હાઇટ મનીમાં ફેરવી દેવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. અગ્રવાલની સાથે સાથે તેમના બે ભાઈ એસકે જૈન અને વીકે જૈન ઉપર પણ મદદ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઇડીએ ૨૦મી માર્ચના દિવસે જૈન બંધુઓની ધરપકડ કરી હતી. ઓછામાં ઓછી ૯૦ સેલ કંપનીઓ ઇડીના ચકાસણી હેઠળ આવી ગઈ છે. અગ્રવાલ ઉપરભારતીના પતિની કંપની મિશેલ પેકર્સને મદદ કરવાનો પણ આક્ષેપ કરવામાં આવી ચુક્યો છે. બેનામી સંપત્તિના સંદર્ભમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ૨૨ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા બાદ આ ધરપકડ કરવામાં આવી છે. મારુ, તેમના બાળકોને આવરી લેતી બેનામી પ્રોપ્ટીના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.

Related posts

Telangana Youth Congress leader, P. Sai Shivakant died in road accident

aapnugujarat

5 Terrorists entered in Delhi

aapnugujarat

अखिलेश को मनाने के लिए कांग्रेस ने बढ़ाया हाथ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1