Aapnu Gujarat
બિઝનેસ

હવે સિનેમાથી લઇને ડીટીએચ સેવા વધારે સસ્તી થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આજે કહ્યું હતું કે, જીએસટી વ્યવસ્થા અમલી બની ગયા બાદ મનોરંજન, કેબલ અને ડીટીએચ સેવાઓ ઉપર કરવેરા ઘટશે. કારણ કે આના ઉપર રાજ્યો દ્વારા મુકવામાં આવતા મનોરંજન કરને જીએસટીમાં સામેલ કરી દેવામાં આવશે. નાણા મંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મનોરંજન કાર્યક્રમ અને સિનેમા ઘરમાં ફિલ્મો પહેલી જુલાઈથી અમલી બની રહેલી જીએસટી વ્યવસ્થા હેઠળ ૨૮ ટકાની કરવેરા શ્રેણીમાં આવી જશે. હાલમાં રાજ્ય સિનેમા ઘરોમાં ફિલ્મોના પ્રદર્શન ઉપર ૧૦૦ ટકા સુધી મનોરંજન કરવેરા લાગૂ કરવામાં આવે છે. મંત્રાલયનું કહેવું છે કે, આવી સ્થિતિમાં મનોરંજન સેવા જીએસટી હેઠળ નીચેના કરવેરાની શ્રેણીમાં આવી જશે. જીએસટીના નીચલા દરોના લાભની સાથે સેવા ઉપલબ્ધ કરાવનાર એના ઉપર ઇનપુટ્‌સ સર્વિસના સંદર્ભમાં જીએસટીમાં કરવેરા ક્રેડિટને પણ આવરી લેવાશે. જીએસટી પરિષદે કેબલ ટીવી અને ડાયરેક્ટ ટુ હોમ સર્વિસ ઉપર ૧૮ ટકા ટેક્સ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં આ સેવાઓ ઉપર રાજ્યોમાં ૧૫ ટકા સર્વિસ કરવેરાની ઉપર ૧૦થી ૩૦ ટકા સુધી મનોરંજન કરવેરા લાગૂ કરવામાં આવે છે. સરકસ, ભારતીય શાસ્ત્રીય સંગીત, લોકનૃત્ય, ડ્રામા જેવા કાર્યક્રમો ઉપર જીએસટીનો દર મૂલ્ય મુજબ ૧૮ ટકા રાખવામાં આવ્યા છે. કરોડો ફિલ્મી ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે સિનેમાથી લઇને ડીટીએચ સુધી જીએસટીમાં સસ્તી સેવા થશે અને લોકોને મનોરંજન માણવાની વધારે તક મળશે.
ડીટીએચ સેવાઓને લઇને હજુ સુધી સસ્પેન્સની સ્થિતિ હતી પરંતુ જીએસટી પરિષદે કેબલ ટીવી અને ડાયરેક્ટર ટુ હોમ સર્વિસ ઉપર ૧૮ ટકા કરવેરા નક્કી કરવામાં આવ્યા બાદ ચિત્ર બિલકુલ સ્પષ્ટ થઇ ગયું છે.

Related posts

ફેસબુક ટૂંક સમયમાં લોન્ચ કરશે બિટકોઇન, તૈયારી સાથે પ્રારંભિક ભરતી શરૂ

aapnugujarat

દેશમાં ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા ૫૬ કરોડને પાર : ટ્રાઈ

aapnugujarat

BHEL bagged Rs-100 cr order from NTPC for set up 25 MW floating SPV plant in AP’s Simhadri

aapnugujarat

Leave a Comment

UA-96247877-1