Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરમાં રાષ્ટ્રીય કરણી સેના દ્વારા સરકાર વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ

આજે ગાંધી જ્યંતિ નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તેમજ ફુલહાર કરવામાં આવ્યા હતાં અને બાદમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સાબરકાંઠા દ્વારા મા પદ્માવત વિશે બનેલ ફિલ્મના આંદોલનકારી યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. મા પદ્માવતી ફિલ્મ મુદ્દે આંદોલનકારી યુવાનો પર સરકાર દ્વારા કેસો કરેલ છે, જે રાજપૂત યુવાનો મા પદ્માવતના સન્માન માટે આંદોલનનાં માર્ગે હતા, નહીં કે કોઈ સ્વાર્થ માટે, સરકાર દ્વારા કેસ પાછા ખેંચવાની બાંહેધરી અપાઈ હતી, પરંતુ તે પછી કોઈ કાર્યવાહી થઈ ન હતી જેથી રાજપૂત સમાજ ખૂબ આક્રોશમાં જોવા મળ્યો હતો. કરણી સેના સાબરકાંઠા અધ્યક્ષ કુલદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આંદોલનકારી યુવાનો પર થયેલ કેસ પરત લેવાનો નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે અને પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવશે. કરણી સેના દ્વારા સાબરકાંઠામાં રાજપૂત સમાજ અગ્રણી અને આંદોલનકારી ભૃગુવેદ્રસિંહ કુંપાવત , સત્યજીતસિંહ જેતાવત, વનરાજસિંહ રાઠોડ, અંકુરસિંહ રહેવર, ઘનશ્યામસિંહ રહેવર , અને ભગીરથસિંહ પઢિયારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કરણી સેનાના અગ્રણીઓ ઉપેન્દ્રસિંહ સોલંકી, વિરેન્દ્રસિંહ વંશ, પંકાજસિંહ જેતાવત, કલ્પેશ સિંહ સુર્યવંશી, યોગેન્દ્રસિંહ વંશ, તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજાનું આગમન

editor

પાણીની સમસ્યા નિવારવા પાલડીમાં ૩૦ લાખના ખર્ચે નવી પાઇપલાઇન બનાવાશે

aapnugujarat

સુભાષબ્રિજ પર બાઈક સ્લીપ થતાં યુવકનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1