Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ચાઈલ્ડ ડેવલપમેન્ટ અંગે કાર્યક્રમ યોજાયો

અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની મહિલા ટીમ, પોલીસ સમનવય પ્રેસ, ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંક, શ્રીનિધિ સેવા ટ્રસ્ટના સહયોગ દ્વારા કાલુપુર વિસ્તારમાં માસ્ક પહેરવું, સોશ્યલ ડિસટન્સિંગ, મહિલા કાનુની કાયદાકીય માહિતી, ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની માહિતી, ફિઝિયોથેરાપીની માહિતી, વિમેન્સ ચાઈલ્ડ ડેવલપમેન્ટ અંગે ઓનલાઈન કાર્યક્રમ યોજોયો હતો જેમાં ૪૦ થી ૪૫ બહેનોએ ભાગ લીધો હતો. આ આયોજન દિપિકા વાઘેલાની આગેવાનીમાં કરાયું હતું જેમાં જેમાં નારી અદાલતના હેતલબેન, કાગડાપીઠ પોલીસ સ્ટેશનની મહિલા ટીમના પારસબેન, સામાજિક કાર્યકર્તા કવિતાબેન, શ્રી નિધિ સેવા ટ્રસ્ટના સભ્ય બિંદુબેન દ્વારા વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સમનવય પ્રેસ શ્રીનિધિ સેવા ટ્રસ્ટના (શ્રી જયમાડી) પંકજ પંચાલ, ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંકના સીએસઆર મેનેજર મિલન વાઘેલા, સહયોગ માનવ સેવા ટ્રસ્ટના પ્રવિણ વેગડાના સહયોગથી આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

જૂના વાડજ વિસ્તારમાં વૃદ્ધની હત્યા

aapnugujarat

યુવતીને વેચવાના કાવતરાનો પર્દાફાશ

aapnugujarat

દલિતો પર અત્યાચાર પ્રશ્ને રાજયપાલ સમક્ષ રજૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1