Aapnu Gujarat
ગુજરાત

રાયખડમાં ગંદકીનો ઉપદ્રવ

અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં ગાયકવાડ હવેલી પાસે ન્યુ રાયખડ ના પોલીસ લાઇનના બ્લોકમાં તથા બ્લોકની ડ્રેનેજ લાઈન ભરાઈ જતાં છેલ્લા છ મહિનાથી અહીં ગંદકીનો ઉપદ્રવ થાય છે. ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. લોકમુખે ચર્ચા છે કે, હજુ તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે. માખી, મચ્છર અને ગંદકીનો ઉપદ્રવ વધતા ન્યુ રાયખડ પોલીસ લાઇનના હેડ જમાદાર શબનમ બેન તથા નજીર દિવાન દ્વારા સામાજિક કાર્યકર્તા બુરહાનુદ્દીન કાદરીને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ બુરહાનુદ્દીન કાદરી તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી ન્યુ રાયખડ પોલીસ લાઇન વિસ્તારમાં ગટર અને ડ્રેનેજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદઃ

Related posts

અમદાવાદમાં દલિત દીકરી મનિષાબેનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

editor

સુરતમાં ખારવાઓએ તાપી નદીમાં લીધી બોટ રેસની મજા

aapnugujarat

૧૪ ઉત્સવ પૈકી ૧૦માં કોઇ વિદેશી પ્રવાસી ફરકયો નહીં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1