Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં ખારવાઓએ તાપી નદીમાં લીધી બોટ રેસની મજા

સુરતી લાલાઓના વાત જ કઈંક અલગ છે. મોસમની મજા માણવા મોટી સંખ્યામાં શહેરીજનો ડુમસ જેવા દરિયા કિનારે ઉમટી પડ્યા છે તો પછી દરિયામાં માછીમારી કરતાં ખારવા સમાજના લોકો કેમ પાછળ રહે. આ ખારવાઓએ તાપી ભણી દોટ લગાવી છે. તાપી નદીમાં બોટની રેસની મજા માણવા ખારવાઓ ઉમટી પડ્યાં છે. જેને લીધે તાપી નદીની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા છે.ખારવાઓ અને બોટને અનન્ય નાતો હોય છે. પણ એ બોટ દરિયાને બદલે નદીમાં અલગ જ માહોલ ઉભો કરે છે. એટલું જ નહિં તે શહેરીજનોને પણ પ્રભાવિત કરે છે. સામાન્ય લોકો પણ બોટ રેસિંગમાં રસ દાખવતા થઈ ગયા છે. સુરતીઓની શાન સમા આ ઉત્સવમાં, સુરતના રાંદેર વિસ્તારમાં તાપી નદીના કિનારે વસતા ખારવા સમાજના લોકો દર વર્ષે પરંપરાગત રીતે બોટ રેસનું અયોજન કરે છે. આ રેસ પારંપરિક રીતે હલેશાથી યોજાય છે. જેમાં ૧૩ જેટલી બોટોએ ભાગ લીધો હતો. આ બોટ રેસને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોવા ઉમટી પડ્યા હતા. વર્ષમાં માત્ર એકજ દિવસ માટે તાપી નદીમાં થતી બોટ રેસ જોવા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઇ બોટ રેસને જોવાની મજા માણે છે. જૂની આ પરંપરા આજે પણ આ સમાજમાં યથાવત છે. ખલાસીઓ પોત પોતાની બોટમાં સવાર થઈ સ્પર્ધામાં ભાગ લઇ લોકોનું મનોરંજન કરે છે. સાથોસાથ અત્યારે દરિયામાં કરંટ હોઈ દરિયો ખેડવાથી દૂર રહેતા માછીમારો બોટ રેસિંગની મજા લે છે.

Related posts

પાટીદારોની શહીદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ

aapnugujarat

गुजरात में दो दर्जन आइपीएस अधिकारियों के तबादले

aapnugujarat

આસામ ધારાસભ્યશ્રીઓની રોજગાર રીવ્યુ કમીટીએ નર્મદા ડેમની લીધેલી મુલાકાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1