Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શહેરમાં ૨૦, ગ્રામ્યમાં ૧૮ કલાક વિજળી પુરી પડાઈ છે : યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે સરકારના ૧૦૦ દિવસના રિપોર્ટ કાર્ડને રજૂ કરીને સરકારની સફળતાઓ અને ભવિષ્યમાં લેવામાં આવનાર પગલાઓ અંગે વાત કરી હતી. આ પ્રસંગે તેઓએ ૧૦૦ દિન વિશ્વાસ કે નામની બુકલેટ જારી કરી હતી. યોગીએ કહ્યું હતું કે, ૧૦૦ દિવસની અવધિ ખુબ ઓછી છે પરંતુ તેમને પોતાની સરકારની હજુ સુધી સફળતાને લઇને સંતોષ છે. તેમણે ઉમેર્યું હતું કે, ૨૦૧૭ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી વર્ષ છે. ઉત્તર પ્રદેશ સરકાર તેમના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ઇચ્છુક છે. યોગીએ અગાઉની સરકારોની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, છેલ્લા ૧૪-૧૫ વર્ષથી ઉત્તર પ્રદેશ વિકાસની દોડમાં ખુબ પાછળ રહી ગયું છે. ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને કાયદો અને વ્યવસ્થાની ફ્લોપ રહેલી સ્થિતિના કારણે વિકાસની ગતિ અટકી ગઈ હતી. તેમની સરકારે લોકકલ્યાણ સંકલ્પ પત્રમાં આપવામાં આવેલા વચનોને પાળવાની દિશામાં ઝડપથી આગેકૂચ કરી છે. શ્રેણીબદ્ધ પગલા લેવાયા છ.
સરકાર કોઇપણ ભેદભાવ વગર લોકોની સેવા કરી રહી છે. ૨૦૧૭ને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે મનાવવામાં આવશે. ૨૪મી જાન્યુઆરીના દિવસને ઉત્તર પ્રદેશ દિવસ તરીકે મનાવવામાં આવશે. અન્ત્યોદયને પાર પાડવાને પ્રાથમિકતા અપાશે. ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થા કૃષિ ઉપર આધારિત છે જેથી ગામડાઓના વિકાસને પ્રાથમિકતા અપાશે. ખેડૂતોના હિતોન સર્વોચ્ચ પ્રાથમિકતા મળશે. ૫૦૦૦થી વધારે ઘઉં ખરીદી કેન્દ્રો ઉભા કરાયા છે. ગયા વર્ષની સરખામણીમાં ચાર ગણા ઘઉંની ખરીદી કરાઈ છે. આ વર્ષે ૩૬ લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરાઈ છે. ૨૨૫૧૭ કરોડ રૂપિયા શેરડી મૂલ્યની ચુકવણી કરવામાં આવી ચુકી છે. પ્રથમ કેબિનેટ બેઠકમાં ૨૦૧૬ સુધી નાના અને મધ્યમ ખેડૂતોના એક લાખ સુધીની લોન માફ કરી દેવાઈ છે. આનાથી એક કરોડ ૮૬ લાખ ખેડૂતોને ફાયદો થયો છે. પીએમ આવાસ યોજના હેઠળ ૯ લાખ ૭૦ હજાર પરિવારોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. એક લાખ ૨૧ હજાર કિમીના માર્ગોને ખાડા મુક્ત બનાવવામાં આવી રહ્યા છે. ૧૪મી એપ્રિલથી શહેરી વિસ્તારમાં ૨૦ કલાક અને ગ્રામીણ વિસ્તારમાં ૧૮ કલાક વિજળી અપાઈ રહી છે. કૈલાશ માનસરોવર યાત્રીઓ માટે ૫૦૦૦૦ રૂપિયાની રકમ વધારીને એક લાખ કરાઈ છે.

Related posts

TN Govt desire on banning social media video app, TikTok

aapnugujarat

કોર્ટની જેમ અવગણના બદલ કાર્યવાહીનો અધિકાર માગતું ચૂંટણી પંચ

aapnugujarat

હું આરએસએસને સંઘ પરિવાર નહીં કહું : રાહુલ ગાંધી

editor

Leave a Comment

UA-96247877-1