Aapnu Gujarat
રાષ્ટ્રીય

હું આરએસએસને સંઘ પરિવાર નહીં કહું : રાહુલ ગાંધી

મોટાભાગે મોદી સરકારને ટાર્ગેટ કરતા રાહુલ ગાંધીએ હવે આરએસએસ એટલે કે રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘને નિશાન પર લીધો છે.રાહુલ ગાંધીના આરોપ છે કે, સંઘમાં મહિલાઓ અને વૃધ્ધોનુ સન્માન નથી એટલે તેને પરિવાર કહી શકાય નહીં.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, હવે હું આરએસએસને સંઘ પરિવાર નહીં કહું.મારુ માનવુ છે કે, સંઘને પરિવાર કહેવુ યોગ્ય નથી. કારણકે પરિવારમાં મહિલાઓ હોય છે અને વૃધ્ધો માટે સન્માનની અને પ્રેમની ભાવના હોય છે.જે આરએસએસમાં નથી એટલે હવે હું આરએસએસને સંઘ પરિવાર કહેવાનો નથી.
એક દિવસે પહેલા પણ રાહુલ ગાંધીએ આરએસએસ અંગે ટિપ્પણી કરી હતી.બિહાર સરકારે પોલીસને વિશેષ સત્તા આપવાના એક બિલને વિધાનસભામા મુક્યા બાદ થયેલા હંગામાના પગલે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, બિહાર વિધાનસભાની ઘટનાથી સ્પષ્ટ દેખાય છે કે, મુખ્યમંત્રી નિતિશકુમાર સંપૂર્ણપણે ભાજપ અને આરએસએસ મય બની ચુક્યા છે.લોકશાહીનુ વસ્ત્રાહરણ કરનારાઓને પોતે સરકાર છે તેવુ કહેવાનો કોઈ અધિકાર નથી.જોકે અમે ડરતા નથી અને અવાજ ઉઠાવતા રહીશું.

Related posts

હરિયાણા વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ખટ્ટર સરકારે જીત મેળવી

editor

લોકસભા ચૂંટણી પેહલા ફેસબૂકે કોંગ્રેસ સંબંધિત ૬૮૭ પેજ અને લિંક હટાવ્યા

aapnugujarat

घाटी में फिर से सक्रिए हुए वर्षों से बंद सैटलाइट फोन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1