Aapnu Gujarat
ગુજરાત

મેલેરીયા મુકત ગુજરાત અભિયાન-૨૦૨૨ અંતર્ગત પલસાણા ખાતેથી મેલેરીયાના રોગ અંગેની જાગૃત માટે બાઈક રેલી યોજાઈ

રાજય સરકાર દ્વારા મેલેરીયા મુકત ગુજરાત અભિયાન-૨૦૨૨ અંતર્ગત જિલ્લા પંચાયત સુરતની મેલેરીયા શાખા તેમજ તાલુકા આરોગ્ય કચેરી પલસાણાના સંયુકત ઉપક્રમે મેલેરીયા નાબૂદ કરવાના શુભાશય સાથે સુરતના જિલ્લા વિકાસ અધિકારી કે.રાજેશ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મેઘા મહેતાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મેલેરીયા અધિકારી શ્રીમતી ચેતનાબેન દેસાઈ તથા પલસાણાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.પ્રશાંત  શેલર અને મેલેરીયા કન્સલટન્ટ તુપ્તીબેન ફળદુના સીધા નિરીક્ષણ હેઠળ જનજાગૃતિ માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીને પલસાણા તાલુકા હેલ્થ કચેરી ખાતેથી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતી મીનાક્ષીબેન આહીરે તથા જિ.પં.ના સભ્ય શ્રીમતિ ભાવીનીબેન પટેલે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા મેલેરીયા અધિકારીશ્રીએ મેલેરીયા મુકત અભિયાન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. પલસાણા તાલુકાના ગામોમાં બાઈક રેલી  સાથે બે એમ્યુલન્સ રાખવામાં આવી હતી. જેમાં મેલેરીયા અંગનેી આઇ.ઈ.સી. તથા માઈક પ્રસાર કરવામાં આવ્યો હતો. આ રેલીને સફળ બનાવવા ગંગાધરાના સુપરવાઈઝરશ્રી ચૌહાણભાઈ તેમજ કણાવના સુપરવાઈઝરશ્રી અશ્વિનભાઈ, શ્રી નીતિનભાઈ, વિજયભાઈ તેમજ તાલુકાના તમામ સુપરવાઈઝરશ્રીઓ જહેમત ઉઠાવી હતી.

Related posts

વચગાળાની રજા ઉપરથી ભાગેલ કેદી ઝડપાયો

editor

गुजरात में राज्यसभा की दोनों सीटों पर बीजेपी की जीत हुई

aapnugujarat

ગુજરાતમાં ૧ લાખ જેટલી બેઠકો યોજવાનો ભાજપનો પ્લાન

editor

Leave a Comment

UA-96247877-1