Aapnu Gujarat
ગુજરાત

વચગાળાની રજા ઉપરથી ભાગેલ કેદી ઝડપાયો

સુરેશ ત્રિવેદી , ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ કેદીને પકડવાની ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

ગઇકાલે ભાવનગર,એલ.સી.બી/પેરોલ ફર્લો. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા ને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે, સોનગઢ પોલીસ સ્ટેશનનાં ખુનનાં ગુન્હામાં સજા ભોગવતાં પાકા કામનાં કેદી રવિભાઇ ભોપાભાઇ ખસીયા જેલમાંથી વચગાળાની રજા ઉપર ગયેલ.ત્યાર પછી તે સમયસર રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થયેલ નહિ અને ફરાર થઇ ગયેલ.જે હાલ શિવાજી સર્કલ ઉભો છે.જેથી સ્ટાફનાં માણસોને હકિકતની સમજ કરી શિવાજી સર્કલમાં આવતાં કેદી પાકા કામનાં કેદી રવિભાઇ ભોપાભાઇ ખસીયા ઉ.વ.૨૬ રહે.વ્યાસ વાડી,સણોસરા તા.શિહોર જી.ભાવનગર વાળા હાજર મળી આવેલ.તેઓને હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ રીપોર્ટ આવતાં તેઓને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી. જાડેજાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ટાફનાં પો.હેડ.કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ,ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્રભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદીયા તથા પો.કોન્સ સંજયભાઇ ચુડાસમા તથા પો.કો. ધર્મેન્દ્દસિંહ ગોહિલ વિગેરે માણસો જોડાયા હતાં.

Related posts

વોટ વડોદરા વોટ : સ્વીપ દ્વારા મતદાન જાગૃતિની સતત ઝુંબેશ : ‘વોટ’ શબ્દની ૫૦૦ વિદ્યાર્થીઓ દ્વારા માનવસાંકળ બનાવવામાં આવી

aapnugujarat

વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં વધારો

aapnugujarat

ગુજરાતમાં આજે ૧૬૪થી વધુ રથયાત્રા નીકળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1