Aapnu Gujarat
ગુજરાત

વોટ વડોદરા વોટ : સ્વીપ દ્વારા મતદાન જાગૃતિની સતત ઝુંબેશ : ‘વોટ’ શબ્દની ૫૦૦ વિદ્યાર્થીઓ દ્વારા માનવસાંકળ બનાવવામાં આવી

વડોદરા જિલ્લાની દસ વિધાનસભા બેઠકો માટે આગામી ૧૪મી ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૧૭માં વડોદરાવાસીઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે સ્વીપ દ્વારા મતદાન જાગૃતિની ઝુંબેશ સતત ચલાવાઇ રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી પી. ભારતીના માર્ગદર્શન અને નેતૃત્વમાં, વડોદરાવાસીઓ ૧૦૦ ટકા મતદાન કરે અને મતદાન જાગૃતિ આવે તે માટે સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મતદાન જાગૃતિના ભાગ રૂપે ગાયત્રી વિદ્યાલય, ગોત્રીની ૨૦ વિદ્યાર્થિનીઓ અને ચિત્ર શિક્ષક દ્વારા ૫૨X૮૭* ફૂટની સુંદર રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં મત આપવાનું યાદ રાખજો, વોટ વડોદરા, તા.૧૪/૧૨/૨૦૧૭, સમય-સવારે ૮ થી ૫, જેમ ખાવાનું ભૂલતા નથી તેમ આ વખતે વોટ આપવાનું ભૂલતા નહીં, મારા એક વોટથી કોઇ ફરક પડતો નથી જેવા ૧૦૦ ટકા મતદાનની અપીલ કરતા સૂચક શબ્દો અને વાક્યોને આવરી લેવાયા હતા. એટલું જ નહિ, આ જ શાળાના ૫૦૦ વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચીને પણ મનોરમ્ય રીતે ‘વોટ’ શબ્દની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે અકોટાના ચૂંટણી અધિકારી સુશ્રી મનિષાબહેન બ્રહ્મભટ્ટ, શાસનાધિકારી શ્રી બારોટ અને સ્વીપના નોડલ ઓફિસરશ્રી ડૉ. સુધીર જોષી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અમદાવાદમાં જશને ગદીર ઈદે મુબાહેલા અને મોહરમ શરીફ નિમિત્તે પ્રોગ્રામ યોજાયો

editor

સુરેન્દ્રનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખાસ વર્કશોપ

editor

પદ્માવતી પર પ્રતિબંધના નિર્ણયને બારશાખ રાજપૂત દ્વારા આવકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1