Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં જશને ગદીર ઈદે મુબાહેલા અને મોહરમ શરીફ નિમિત્તે પ્રોગ્રામ યોજાયો

ગત રવિવારે નૂરશાહી મોમીન પંચ ઇમામ બારગાહ મોટી મોમનાવાડ રાયખડ જમાલપુર વિસ્તારમાં જશને ગદીર ઈદે મુબાહેલા અને આવનારા દિવસમાં મોહરમ શરીફ નિમિત્તે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને માસ્ક વિતરણ, રોગ પ્રતિકારક શક્તિ માટે આયુર્વેદિક ઉકાળા, હોમિયોપેથીની દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કારણે ભીડ ભાડ ન કરવી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તેની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નૂરશાહી મોમીન પંચ જમાલપુરના તમામ ટ્રસ્ટીઓ મોમીન અસ્લમભાઇ, મોમીન સમીરભાઈ, મોમીન સાદીક, મોમીન તકી, મોમીન મોહમ્મદભાઈ, હુસૈનની યંગ કમિટીના તમામ સભ્યોએ ભાગ લીધો હતો અને મદદરૂપ થયા હતાં. સામાજિક કાર્યકર્તા એકવીટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક મેનેજર મિલન વાઘેલા, અહેમદાબાદ મિત્ર ન્યુઝ પેપર અને નાઝે ઇન્શા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શેખ શહેનાઝબાનુ, રિપોર્ટર ઇમરાનખાન પઠાણ, જુનેદ શેખ, એપિક ફાઉન્ડેશનના સભ્ય બીન્દુબેન, સહયોગ માનવસેવા ફાઉન્ડેશનના પ્રમુખ પ્રવિણ વેગડા, સ્વપન દીપ ટ્રસ્ટના પ્રમુખ કેતન ગુપ્તા, પોલીસ સમન્વયના પ્રમુખ શ્રી જય માડી પંકજભાઈ સહિતના મહાનુભાવોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન બુરહાનુદ્દીન કાદરી જે ઝરિયાએ દુઆ ના ફાઉન્ડર અને સામાજિક કાર્યકર્તાની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો.


(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

અમરાઇવાડી-ઇન્દિરાનગરમાં છબરડાવાળી સ્લીપનું વિતરણ

aapnugujarat

કોરોનાની ત્રીજી લહેર વખતે તૈયારીમાં કોઈ ઉણપ રહેવી ન જોઈએ : હાઈકોર્ટનો સરકારને આદેશ

editor

ओढव में डॉक्टर पर फायरिंग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1