Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલ પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે વિશ્વાસ પ્રોજેકટ અંર્તગત સીસીટીવી નાંખવામાં આવ્યાં છે જેના થકી થકી વાહનચાલકો ટ્રાફિકના નિયમોના પાલન કરવાની દેખરેખ, મોબાઈલ પર વાતચીત કરવા જતા નિયમ તોડવા બદલ ઈ મેમો પણ આપવામાં આવે છે. શહેરનાં વિવિધ વિસ્તારોમા સીસીટીવી હોવાથી તમામ પ્રકારની ગતિવિધીઓ પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે જેમાં વાહનચોરી સંબધિત ગુનાનો, લુંટફાટ સંબંધિત ગુનાઓ પણ આ સીસીટીવીની મદદતી ઉકેલવામાં આવે છે. પંચમહાલ પોલીસની એલસીબી શાખાએ સીસીટીવીની મદદથી ૬ જેટલી વાહનચોરીના ગુનાને ડિટેકટ કર્યો છે જેમાં એક શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે જેને લઇને અન્ય જીલ્લા વડોદરા, ખેડા, છોટાઉદેપુર તેમજ મધ્યપ્રદેશમાંથી વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયા છે.


(અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

રાજયસભા ચૂંટણી બિનહરીફ જ થશે : ઘીના ઠામમાં ઘી ઢળ્યુ

aapnugujarat

કડીના પીઆઈ ૨૫૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

aapnugujarat

તીથલ બીચ પર ૧૫ ફૂટ ઉંચા ઉછળેલા મોજાઓએ મંદિરની દિવાલ તોડી નાંખી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1