Aapnu Gujarat
ગુજરાત

કડીના પીઆઈ ૨૫૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

મહેસાણા જિલ્લાના કડી ટાઉન પોલીસમથકના પીઆઇ પી.એસ.ગઢવી આજે રૂ.૨૫ હજારની લાંચ લેતાં એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ જતાં રાજયભરના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. પીઆઇ પી.એસ.ગઢવી કડી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ બહાર જ જાહેર રોડ પર લાંચ લેતા ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. આ સમાચારને પગલે રાજય પોલીસ તંત્રના લાંચિયા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.
એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારી દ્વારા ગોઠવાયેલા લાંચના છટકામાં આજે કડીના પીઆઇ ગઢવી અને ગ્રામ્ય રક્ષક દળ(જીઆરડી) જવાન પરાગ પટેલ આબાદ ઝડપાઇ ગયા હતા. એસીબીના અધિકારીઓએ પીઆઇ પાસેથી લાંચની રકમના રૂ.૨૫ હજાર પણ જપ્ત કરાઇ હતી. એસીબીની ફરિયાદ મુજબ, ફરિયાદીના ભાઇને પ્રોહીબિશનનાં ગુનામાં હાજર કરવા અને માર નહીં મારવા માટે કડીના પીઆઈ પી.એસ.ગઢવીએ ૨૫ હજારની લાંચ માગી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા નહી હોવાથી, એસીબીનો સંપર્ક કરી છટકું ગોઠવ્યું હતું. આ છટકું ટ્રેપિંગ અધિકારી વી.જે. જાડેજા(એ.સી.બી.,પોલીસ સ્ટેશન,અમદાવાદ ગ્રામ્ય તથા ટીમ)એ કે.બી. ચુડાસમા(મદનીશ નિયામક, એસીબી અમદાવાદ એકમ)ના સુપરવિઝનમાં ગોઠવવામાં આવ્યું હતું અને તેને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. જેમાં લાંચના છટકામાં કડીના પીઆઇ ગઢવી અને ગ્રામ્ય રક્ષક દળ(જીઆરડી) જવાન પરાગ પટેલ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. એસીબીના આ સપાટાને પગલે રાજય પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને, રાજય પોલીસ તંત્રના લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ જવા પામી છે.

Related posts

થરા નેશનલ – હાઈવે ૨૭ પર લોડિંગ રિક્ષાએ મારી પલટી

editor

गुजरात में इस बार १५४ नरेंद्र मोदी वोट करेंगे

aapnugujarat

જનતા ચૂંટણી માટે ઇવીએમ નહી બેલેટ પેપર ઇચ્છે છે : બહુજન મુક્તિ પાર્ટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1