Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતને ખેદાનમેદાન કરવા ઇચ્છુકોને લોકો જવાબ આપશે : મોદીનો દાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક જગ્યાઓએ ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરીને માહોલ ભાજપ તરફી કરવાના પ્રયાસ કર્યા હતા. ધરમપુર, ભાવનગરમાં જાહેર સભા કર્યા બાદ જુનાગઢમાં પણ જાહેરસભા કરી હતી. મોદીએ તમામ જગ્યાઓએ કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા અને વિકાસ માટે ભાજપને મત આપી વિજય બનાવવા અપીલ કરી હતી. ૧૫૧ બેઠકો ભાજપને અપાવવા મોટાપાયે મતદાન કરવા મોદીએ અપીલ કરી હતી. જાહેરસભાને સંબોધતા જુનાગઢમાં મોદીએ કહ્યું હતું કે, કચ્છ, કાઠિયાવાડ અને દક્ષિણ ગુજરાત બધી જ જગ્યાએ જનસાગર જોવા મળી રહ્યો છે. જુનાગઢમાં પણ આવી જ સ્થિતિ સર્જાયેલી છે. જે દર્શાવે છે કે, ૧૮મી ડિસેમ્બરે કેવું પરિણામ આવશે. મોદીએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસે કલ્પના પણ ન કરી હોય તેવી તેને સજા મતદારો ફટકારશે. ગુજરાતને ખેદાનમેદાન કરવા ઇચ્છતા તત્વોને સજા કરવાનો મિજાજ જોવા મળી રહ્યો છે. નવ અને ૧૪મી તારીખે જોરદાર મતદાન કરવા મોદીએ અપીલ કરી હતી. તેમણે દાવા સાથે કહ્યું હતું કે, જો કે, સરદાર પટેલ ન રહ્યા હોત તો જુનાગઢ પણ થયું ન હોત. જવાહરલાલ નહેરુ પાસે કાશ્મીર હતું જ્યાં આજે પણ રક્તપાતનો દોર ચાલે છે. સરદાર પટેલ પાસે જુનાગઢ હતું જ્યાં આપણે મોજથી ભારત માતાની જય બોલીએ છીએ. જે દિવસે જુનાગઢ પોતાની સ્વતંત્રતાનો ઉત્સવ મનાવશે ત્યારે ઉંચામાં ઉંચો રોપવે શરૂ થશે. સરદાર પટેલે નર્મદાનું સપનું જોયું હતું પરંતુ કોંગ્રેસ સરકારે હંમેશા તકલીફો ઉભી કરી હતી. છેલ્લે કોર્ટમાં જવાની ફરજ પડી હતી. ભાજપની સરકાર કેન્દ્રમાં બન્યા બાદ માત્ર ૧૭ દિવસના ગાળામાં જ દરવાજા બંધ કરી દેવાની ફરજ પડી હતી. કચ્છ-કાઠિયાવાડની ધરતી પર પાણીની કોઇ સુવિધા ન હતી. જો પરબ કરે તો પણ આ વિસ્તારના લોકોની સાત પેઢી યાદ કરતા હોય છે. આ ભાજપ એવું છે જેને હજારો લાખો વણઝારા જેવું કામ પાણી પહોંચાડવાનું કામ કર્યું છે. ચૂંટણીમાં મને વિજયનો વિશ્વાસ છે. ગુજરાત પાણી પહોંચાડનારા માટે અમી ભાવના રાખનારી જનતા છે. રોપવેનું કામ ૧૦ વર્ષ સુધી મથામણ કરતા હતા ત્યારે શરૂ થયું છે. રોપવેનું કામ સફળરીતે પૂર્ણ થયા બાદ ગિરના સિંહ, સોમનાથ દાદા હોય દત્ત અને દાતારની ધરતી હોય. જુનાગઢ જિલ્લાને કેપિટલ બનવાની તક મળશે. મોદીએ અગાઉ ધરમપુર અને ભાવનગરમાં જાહેર સભાને કરીને કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા અને પોતાની વિકાસ સિદ્ધિઓની વાત કરી હતી. મોદીએ જુદી જુદી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો જેમાં મુદ્રા યોજના, ઉજ્જવલા યોજનાનો સમાવેશ થાય છે. મોટાપાયે યુવાનોને રોજગારી મળે તે માટે મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી. મોદીએ પોતાના સંબોધનમાં નરસિંહ મહેતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. નરસિંહ મહેતાની ધરતીનો તેમના પરિવાર સાથે જુનો સંબંધ રહેલો છે. તેમના પરિવારની દિકરી શર્મિષ્ઠા અમારા ગામમાં પરણાવેલી હતી અને તેમના નામનું તળાવ આજે પણ વડનગરમાં હોવાનો દાવો મોદીએ કર્યો હતો. કોંગ્રેસની કોઇ સરકારને દુનિયાભરના પ્રવાસીઓને ગીરના સિંહ બતાવવાનું મન થયું ન હતું. વિશ્વમાં હવે એશિયાટિક સિંહની ગણતરી છે. સિંહ આર્થિક વિકાસ લાવવા માટે ઉપયોગી સાબિત થશે.

Related posts

अमित शाह ने इनकम टैक्स फ्लाईओवर का किया उद्‌घाटन

aapnugujarat

उत्सव यानी कि भाजपा का सदस्यता अभियान : वाघाणी

aapnugujarat

ડોઝીયર અધુરૂ : હેરીટેજ સીટી જાહેર કરવાના પ્રયાસને ફટકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1