Aapnu Gujarat
ગુજરાત

ડોઝીયર અધુરૂ : હેરીટેજ સીટી જાહેર કરવાના પ્રયાસને ફટકો

૬૦૬ વર્ષનો ઈતિહાસ ધરાવતા અમદાવાદ શહેરને વિશ્વકક્ષાના શહેર તરીકેની યાદીમાં સમાવવા માટે કરવામાં આવેલા પ્રયાસને મોટો ફટકો પડવા પામ્યો છે વલર્ડ હેરિટેજ કમિટી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મોકલવામાં આવેલા ડોઝીયરને અધુરૂ તેમજ અસ્પષ્ટ હોવાનું જણાવી શહેરને હેરીટેજ સીટીની યાદીમાં સમાવવા માટે ઢગલાબંધ સુચનો કર્યા છે.આ સાથે જ સુચવવામાં આવેલી બાબતોનું અમલીકરણ થાય તે પછી વિશ્વકક્ષાના નિષ્ણાતો પાસે તેની ખરાઈ કરાવ્યા બાદ ડોઝીયર સબમીટ કરવા કહેવામાં આવતા છેલ્લા સાત વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને પર હાલ પુરતુ પાણી ફરી વળ્યુ છે.આ અંગેની વિગત એવી છે કે,વર્ષ-૨૦૧૦માં સેપ્ટના નિવૃત્ત પ્રોફેસર રવિન્દ્ર વસાવડા દ્વારા અમદાવાદ શહેરને વિશ્વકક્ષાના શહેરનો દરજ્જો મળે એ માટેના પ્રયાસોના ભાગરૂપે ડોઝીયર તૈયાર કરવામાં આવતુ હતુ.છેલ્લા છ વર્ષની અંદર અમદાવાદ શહેરને વિશ્વકક્ષાના શહેર તરીકેની ખ્યાતિ અપાવવા માટે કરોડ ઉપરાંતનો ખર્ચ તંત્ર તરફથી કરવામાં આવી ચુકયો છે.વર્ષ-૨૦૧૬માં એ સમયે આશા બંધાઈ કે જયારે અમદાવાદ દ્વારા મોકલવામાં આવેલા ડોઝીયરના આધારે ગત વર્ષે સપ્ટેમબર માસમાં તહેરાનના એવા ડોકટર અદેલ ફરહાન્ગી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા જ્યાં ડોઝીયરમાં દર્શાવેલા સ્થળોની તેમણે પોતે રૂબરૂ મુલાકાત પણ લીધી હતી.૨ જુલાઈથી ૧૨ જુલાઈ દરમિયાન પોલેન્ડના કારકો ખાતે યુનેસ્કોની વલર્ડ હેરિટેજ કમિટીની એક બેઠક મળનારી છે.આ બેઠકમાં આ વર્ષ માટેના વિશ્વના હેરીટેજ સીટીના નામ પણ જાહેર કરવામાં આવનાર છે.પરંતુ આ બેઠક અગાઉ આ કમિટી દ્વારા ભારત સરકારને એક લેખિત નોંધ મોકલવામાં આવી છે.આ નોંધમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પુરાતત્વ વિભાગ તરફથી જે ડોઝીયર મોકલવામાં આવ્યુ હતુ.તેમાં ઘણા બધા મુદ્દાઓ અસ્પષ્ટ અને અધુરા હોવાનું કહેવામાં આવ્યુ છે તેમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે,ભારત સરકાર પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પુરાતત્વ વિભાગને નિષ્ણાતોની મદદ પુરી પાડે.જે મુદ્દાઓ ંમામલે સ્પષ્ટતા માંગવામાં આવી છે એનુ અમલીકરણ શરૂ થયાની ચકાસણી કરવામાં આવ્યા બાદ ડોઝીયર મોકલવામાં આવે.અમદાવાદના હેરીટેજ મોન્યુમેન્ટની જાળવણી માટે હેરિટેજ કન્વર્ઝન પ્લાન બનાવી તેને લોકલ એરિયા પ્લાન સાથે સુસંગત કરી અમલીકરણ કરવા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો છે.આમ વધુ એક વખત અમદાવાદ શહેરને વિશ્વકક્ષાના શહેર જાહેર કરવાના પ્રયાસને મોટો ફટકો પડવા પામ્યો છે.

Related posts

केसों के झड़पी निकाल के लिए सभी अपना सहयोग दें : नोमीनीज और ट्रिब्यू के जजीस की वकीलों को अपील

aapnugujarat

સોનિયા દે મર્ડર કેસમાં બેને જન્મટીપની સજા ફટકરાઈ

aapnugujarat

હિંમતનગરનો માલધારી સમાજ નગરપાલિકાથી નારાજ

editor

Leave a Comment

UA-96247877-1