Aapnu Gujarat
ગુજરાત

ભાજપ તમામ મોરચે નિષ્ફળ રહેતા દુષ્પ્રચાર કરે છે : કોંગ્રેસ

છેલ્લા ધણા સમયથી વિવિધ માધ્યમોમાં પ્રસિધ્ધ થતાં અહેવાલો સમાચારોથી કોંગ્રેસ પક્ષને અને ધારાસભ્યઓની છબીને નુકશાન પહોંચે છે. ત્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે સત્ય હકીકત માધ્યમોને જણાવતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયામાં અમુક તત્વો દ્વારા અને ત્યારબાદ તે જ બાબત ઓનલાઈન ન્યુઝ અને તેને આધાર બનાવીને પ્રીન્ટ અને ઈલેક્ટ્રોનિક માધ્યમમાં છેલ્લા ધણા દિવસથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અને કોંગ્રેસ પક્ષ વિશે મનઘડત વિગતો પ્રસિધ્ધ થઈ રહી છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યઓ વર્ષ ૨૦૧૨માં પંજાના નિશાન પર ચૂંટાયા છે. કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યઓ એક છે અને આગામી દિવસોમાં પણ ભાજપ સામે આક્રમક્તાથી લડત આપવાના છે. ભાજપ સરકાર, ભાજપ પક્ષ તમામ મોરચે નિષ્ફળ ગયા હોવાથી પોતાની નિષ્ફળતા છુપાવવા જાણી જોઈને આવી અફવાઓ દુષ્પ્રચાર પ્રચાર કરે છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના પ્રવક્તા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો એકજુટ થઈને આજે પત્રકાર પરિષદમાં આપની સમક્ષ ઉપસ્થિત છે. ઈલેક્ટ્રોનિક માધ્યમો અખબારોમાં પ્રસિદ્ધ થતાં જુદા જુદા અહેવાલો પાયાવગરના છે. કોંગ્રેસ પક્ષના પ્રમુખએ તમામ ધારાસભ્યઓને રીપીટ કરાયાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પક્ષના અન્ય ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાલ પક્ષમાં જુદા જુદા સ્તરે ચાલી રહી છે. તબક્કાવાર તેની જાહેરાત પક્ષ દ્વારા કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપ હાર ભાળી ગઈ છે પરિણામે કોંગ્રેસ પક્ષને નુકશાન કરવા આવી વાતો ફેલાવે છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ એક છે ૨૦૧૭માં એકજુટ થઈને ચૂંટણી લડશું. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ડા. અનિલ જોષીયારાએ જણાવ્યું હતું કે, જુદા જુદા માધ્યમો પ્રસિધ્ધ થતાં સમાચારોથી પક્ષને અને વ્યક્તિગત નુકશાન થાય છે. સ્થાનિક કાર્યકરોમાં દ્ધિધા ઉભી થાય છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિશ્વાસ છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે, ભાજપ તેની નિષ્ફળતા છુપાવવા કાવતરુ કરે છે. કોંગ્રેસને બદનામ કરવા માટે આવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. ભાજપના શાસનમાં આદિવાસી સમાજને ભારે અન્યાય થયો છે. ત્યારે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા ભાજપ સામે કોંગ્રેસ પક્ષના તમામ આદિવાસી સમાજના ધારાસભ્યો, આગેવાનો કાર્યકરોએ મક્કમતાથી લડત આપીને ભાજપને પરાજય આપવાનો છે.
કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ જણાવ્યું હતું કે, ભાજપ અને તેના હિત ધરાવતા તત્વો મહેસાણાના કસ્ટોડીયલ ડેથ અને તેના પરિણામે ઉભો થયેલો આક્રોશ અને અજંપાથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યઓ વિશે આવા ગતકડાંઓ ચલાવે છે. નાની ઉમરમાં કોંગ્રેસ પક્ષે ધારાસભ્ય બનાવ્યો છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડુતોનો જનઆક્રોશ સમગ્ર દેશમાં છે. ગુજરાતમાં ખેડુતોને ભારોભાર અન્યાય થઈ રહ્યો છે. ભાજપ સરકાર બેબાકળી બની ગઈ છે. આગામી વિધાનસભામાં કોંગ્રેસનો જવલંત વિજય થવાનો નક્કી છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પુનાભાઈ ગામીતે જણાવ્યું હતું કે, અખબારમાં નામ પ્રસિધ્ધ થયું ત્યારે ખબર પડી. ભાજપ હતાશ થઈ ગયો હોવાથી કોંગ્રેસના ધારાસભ્યોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહી છે. અમો સૌ કોંગ્રેસ પક્ષમાં છીએ.

Related posts

પાવીજેતપુર પાણી પાણી

editor

ગુજરાત ભાજપમાં અસંતોષ અંગે પ્રભારી ઓમ માથુરે કહ્યું, અબ મેં આ ગયા હું, સબ કુછ ઠીક હો જાયેગા..!

aapnugujarat

ગુજરાતમાં આજે ચૂંટણી પ્રચારનો અંત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1