Aapnu Gujarat
Uncategorized

લીંબડીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

આજે લીંબડી તાલુકાના સીઆરસી ભવન ખાતે સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષક સંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે લીંબડી તાબાની સ્કુલોના શિક્ષકો બ્લડ ડોનેટ કરવા આવ્યા હતાં. પ્રથમ મહિલા શિક્ષક મંજુલાબેનથી બ્લડ ડોનેશન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
લીંબડી તાલુકાના પુર્વ મંત્રી કિરીટસિંહ રાણા, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ગંભીરસિંહ બોરાણા, જીલ્લા શિક્ષક સંઘના પ્રમુખ દેવાભાઈ સભાડ, તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી જીવણભાઈ વાઘેલા, ભીમાભાઇ ભરવાડ, લીંબડી તાલુકા પ્રાયમરી ઓફિસર જગદીશભાઈ મીર દ્વારા દિપ પ્રાગટય કરી બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાંથી ૧૦૦ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

ત્રણ યુવાનોને ગેંગરેપની ધમકી આપી પાંચ લાખ પડાવ્યા

aapnugujarat

नकली हिंदू दे रहे असली हिंदू को धोखाः ममता बनर्जी

aapnugujarat

રથયાત્રાની તૈયારીઓ શરુ : ૩ ઐતિહાસિક રથની પૂજા કરાઇ

editor

Leave a Comment

UA-96247877-1