Aapnu Gujarat
બિઝનેસ

ભારતીય અર્થવ્યવસ્થાને લઇને આવ્યાં સારા સમાચાર

કોરોનાકાળમાં સતત નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યાં છે ત્યારે અર્થતંત્રને લઇને હકારાત્મક સમાચાર સામે આવી રહ્યાં છે ત્યારે આ વર્ષના બીજા છ મહિનામા એટલે કે આવનારા મહિનાઓમા ભારતીય અર્થતંત્રની ગાડી ફરી પાટા પર ચડશે તેવો અંદાજ વ્યક્ત કર્યો છે.ભારત, ચીન અને ઇન્ડોનેશિયા જી-૨૦નો એક માત્ર વિકાસશીલ દેશ છે જેમનો જીડીપી વર્ષ ૨૦૨૦ના બીજા છ મહિનામા આટલો વધી શકે છે. જો કે મૂડીઝનુ એ પણ અંદાજ વ્યક્ત કર્યો છે કે, સમગ્ર વર્ષ ૨૦૨૦ દરમ્યાન ભારતની જીડીપીમા ૩.૧ ટકાનો ઘટાડો જોવા મળશે.
મૂડીઝએ પોતાના ઓગસ્ટના અપડેટેડ ગ્લોબલ મેક્રો આઉટલુક ૨૦૨૦-૨૧મા કહ્યુ કે, વિકસીત દેશોના બદલે વિકાસશીલ દેશોમા આર્થિક વ્યવસ્થા વધુ સ્પર્ધાત્મક છે. અમારૂ અનુમાન છે કે ચીન, ભારત અને ઇન્ડોનેશિયા જ જી-૨૦ના એવા દેશઓ હશે જેઓ વર્ષ ૨૦૨૦ના બીજા છ મહિનામા જીડીપીનો ગ્રોથ સારો હશે અને ૨૦૨૧મા અર્થવ્યવસ્થા કોરોનાથી પહેલાના ગ્રોથને સમકક્ષ થઇ જશે.ઉલ્લેખનીય છે કે મૂડીઝએ આ અનુમાન લગાડ્યુ છે કે વર્ષ ૨૦૨૧મા ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રોથ ૬.૯% થી વધશે. જો કે કોરોનાથી પહેલા પણ ભારતીય અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ કંઇ સારી હતી નહી. વર્ષ ૨૦૧૯-૨૦ના દરમ્યાન ભારતીય અર્થવ્યવસ્થામા ૪.૨%નો વધારો થયો છે. જે છેલ્લા ૧૧ વર્ષનો સૌથી ઓછો વધારો હતો.
છેલ્લા દિવસોમા આરબીઆઇએ પણ સ્વીકાર કર્યો છે કે, નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન દેશના જીડીપીમા ગ્રોથ નેગેટીવ રહેશે એટલે કે એમા ઘટાડો આવશે. ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન.આર.નારાયણમૂર્તિએ પણ આશંકા વ્યક્ત કરી કે, કોરોનાના કારણે આ વર્ષ ભારતના જીડીપીમા આઝાદી પછી સૌથી મોટો ઘટાડો જોવા મળશે.ઉલ્લેખનીય છે કે આ પહેલા તમામ રેટિંગ એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે, કોરોના સંકટના કારણે ભારતની જીડીપીમા ૩ કે ૯% નો ઘટાડો જોવા મળશે.
રેટિંગ એજન્સી ફિચ રેટિંગએ કહ્યુ કે, કોરોનાના કારણે નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧મા ભારતીય અર્થવયવસ્થામા ૫%નો ઘટાડો આવશે. બીજી તરફ, રેટિંગ એજન્સી ક્રિસિલએ ચેતવણી આપી છે કે ભારતમા આઝાદી પછી ચોથી વાર મંદી આવવાની છે અને આ અત્યાર સુધીની સૌથી ભયાનક મંદી હશે.કોરોના વાયરસના કારણે અર્થતંત્રને ખુબજ નુકશાન થયું છે. આ સ્થિતિમાં, રેટિંગ એજન્સીઓ વિશ્વ સહિત ભારતનો જીડીપીના વૃદ્ધિદરનો અંદાજ ઘટાડી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મૂડીઝે જણાવ્યું છે કે ભારતની સરકારી બેંકોએ નવા ફંડની અછત તેમજ તેને એકત્રિત કરવામાં સમસ્યા સર્જાઈ શકે છે. અગાઉથી જ મૂડીગત બફરો સાથે ભારતની જાહેર બેંકોએ નુકશાનની ભરપાઈ પુરી કરવા માટે આગામી બે વર્ષ દરમિયાન બહારથી રૂ.૧.૯-૨.૧ લાખ કરોડના ફંડની જરૂર પડશે. આ માટે સરકાર જ બેંકોને મદદ કરી શકે તેમ છે.
રેટિંગ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં આર્થિક સુધારા અંગે અનિશ્ચિતતા અને બેલેન્સશીટનું ક્લીન અપ ચાલી રહયું હોવાથી બેંકો માટે ઇકવીટી મૂડી એકત્ર કરવી મુશ્કેલ બની રહી છે.

Related posts

કમાણીના આંક સહિત ૭ પરિબળ શેરબજારની દિશા નક્કી કરી શકે

aapnugujarat

२५ सालों में पहली बार कार बनाने वाली कंपनियों की बिक्री में गिरावट आई

aapnugujarat

એમેઝોનનાં જેફ બેજોસ ૧૧૨ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વમાં સૌથી અમીર : ડોનાલ્ડ ટ્રમ્પ ૭૬૬માં ક્રમાંકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1