Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

કમાણીના આંક સહિત ૭ પરિબળ શેરબજારની દિશા નક્કી કરી શકે

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં જુદા જુદા સાત પરીબળોની અસર રહેનાર છે. જેમાં રિટેલ ફુગાવા, ટ્રેડ ડેફિસિટ, માઈક્રો ઈકોનોમિક આંકડાનો સમાવેશ થાય છે. જાણકાર લોકોના કહેવા મુજબ આ સપ્તાહના ગાળા દરમિયાન બજારની દિશા નક્કી કરવામાં જે પરીબળોની અસર રહેશે તેમાં કમાણીના આંકડા, વૈશ્વિક માહોલ, બ્રેક્ઝિટ વિવાદ, ચીનના જીડીપીના આંકડા, ક્રુડની કિંમતો, દાઓસમાં યોજાનારી બેઠક, ડોલર સામે રૂપિયાની ચાલ જેવા પરીબળોની અસર રહેશે. દલાલ સ્ટ્રીટમાં ઉથલ પાથલ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. અલબત્ત, આ સપ્તાહ દરમિયાન કોઈ વધારે ઉથલ પાથલ જોવા મળી ન હતી. સેન્સેક્સ ૩૭૭ પોઈન્ટ ઉછળીને ૩૬૩૮૬ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૧૨ પોઈન્ટ ઉછળીને છેલ્લા સપ્તાહમાં ૧૦૯૦૭ની સપાટીએ રહ્યો હતો. કારોબારીઓ અને કોર્પોરેટ જગત સાથે જોડાયેલા લોકો જે પરિબળો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેમાં કમાણીના આંકડા મુખ્ય છે. આ સપ્તાહમાં ડિસેમ્બર ત્રિમાસિક કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. જેમાં કોટક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ, ભારતી ઈન્ફ્રાટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, યશ બેંક, મારૂતી સુઝુકી, એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઈફ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવનાર છે. બ્રેક્ઝિટ સોદાબાજીના મામલામાં કારમી હાર ખાધા બાદ બ્રિટનના વડાપ્રધાન થેરીસા મે દ્વારા મંજુરી માટે કાયદા નિષ્ણાતો સમક્ષ તેમની નવી ડિલ રજુ કરવામાં આવનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે યુરોપિયન યુનિયનને છોડી દેવા માટેની ૨૯મી માર્ચની મહેતલ લંબાવવામાં આવી શકે છે. યુરોપિયન યુનિયનમાંથી બહાર નિકળી જવા અથવા તો બીજા જનમતનું આયોજન કરવાને લઈને વધારે સમયની માંગ કરવામાં આવનાર છે. ચીનમાં જીડીપીના આંકડા ડિસેમ્બર મહિનાના રિટેલ વેચાણના તથા રોકાણના જારી કરવામાં આવનાર છે. ભારત ઉપર તેની સીધી અસર થશે. તેલ કિંમતોમાં વધારાનો દોર જારી રહ્યો છે. ઓપેક દેશોએ શુક્રવારના દિવસે જ તેના સભ્યો દ્વારા ઓઈલ ઉત્પાદનના કાપની યાદી જાહેર કરી હતી. આના પરિણામ સ્વરૂપે કિંમતોમાં ફરીવાર વધારો થઈ રહ્યો છે.
આરબીઆઈ દ્વારા આગામી નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠક જારી થવા આડે વધારે સમય રહ્યો નથી ત્યારે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. દાઓસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠક આવતીકાલથી શરૂ થઈ રહી છે. જે ૨૫મી જાન્યુઆરી સુધી ચાલનાર છે. માર્કેટ નિષ્ણાતો આ મિટીંગમાં કોઈ મોટી અસરને લઈને આશાવાદી નથી પરંતુ વેપાર વિવાદોના મુદ્દા ઉપર આમાં ચર્ચા થશે.

Related posts

Congress insulted voters by questioning EVM’s autheticity in LS polls, BJP’s big win: PM in Rajya Sabha

aapnugujarat

लालू की रैली में मंच साझा करेंगे अखिलेश और मायावती

aapnugujarat

युपी : मदरसों में NCERT की किताबें पढ़ाई जाएगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1