Aapnu Gujarat
ગુજરાત

મહી નદી બંન્ને કાંઠે વહેતી જોવા મળી

રાજ્યમાં સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. મહીસાગર જીલ્લામાં આવેલા તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદી પર આવેલા કડાણા બંધના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની નવી આવક જોવા મળી હતી. ઉપરવાસમાં મહી બજાજ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું હોવાથી રુલલેવલ જાળવી રાખવા માટે કડાણા ડેમનાં પણ છ દરવાજા ખોલવામાં આવ્યાં છે.
હાલ મહીસાગર નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. કડાણા ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા કિનારાના ગામોને એલર્ટ કરવામા આવ્યાં છે. કડાણા ડેમની પાણીની આવક ૧,૨૩,૬૩૭ લાખ કયુસેક અને જાવક ૯૮,૩૬૦ હજાર કયુસેક નોંધાઈ છે. વરસાદના કારણે પાણીની આવકને કારણે ડેમ ૯૨.૩૧ ટકા જેટલો ભરાઇ ગયો છે. ડેમમાં આવકને કારણે અહીં આવેલું વીજમથક પણ ધમધમી ઉઠ્યું છે. હાલમાં ૨૪૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. ઉપરવાસમાં આવેલા મહીબજાજ ડેમની આવક ૪૩,૦૨૦ હજાર કયુસેક અને જાવક ૧,૦૮૧૩૪ લાખ ક્યુસેક નોંધાઇ હતી. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના આંકડા જોવામાં આવે તો જેમાં સૌથી વધારે વીરપુર તાલુકામાં ૧૦૧ મિમી, ખાનપુર તાલુકામાં ૯૪ મિમી, સંતરામપુર તાલુકામાં ૫૯ મિમી, કડાણા તાલુકામાં ૪૬ મિમી, લુણાવાડા તાલુકામાં ૪૨ મિમી અને બાલાસિનોર તાલુકામાં ૨૪ મિમી વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ ૬૭.૧૧ મિમી નોંધાયો છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

બહેરામપુરામાં ગરીબોને ભોજન અપાયું

editor

ગુજરાતમાં ૩૭૫થી વધારે પોટેટો કોલ્ડ સ્ટોરેજ સક્રિય

aapnugujarat

આઇટીઆઇ ગોરવાના તાલીમાર્થીઓને પરીક્ષા ફોર્મ્સ ભરવા અંગે સૂચના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1